ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ સીરીઝની બીજી મેચ પુણેમાં રમાઈ રહી છે. મેચના ત્રીજા દિવસે યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ કરી હતી. તેને ભારતને ન માત્ર સારી શરૂઆત અપાવી પરંતુ ગાવસ્કરનો મહાન રેકોર્ડ પણ તોડી નાખ્યો.


યશસ્વી જયસ્વાલે 45 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. તે એક કેલેન્ડર વર્ષમાં ભારતીય ધરતી પર ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે.

યશસ્વી જયસ્વાલે લિટલ માસ્ટરનો તોડ્યો રેકોર્ડ

યશસ્વી જયસ્વાલ એવો ભારતીય બેટ્સમેન બની ગયો છે જેણે ભારતીય ધરતી પર એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેને ગાવસ્કરનો 45 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. ગાવસ્કરે આ પહેલા 1979માં ઘરઆંગણે એક ટેસ્ટમાં 1013 રન બનાવ્યા હતા. પરંતુ હવે યશસ્વી જયસ્વાલે ન્યુઝીલેન્ડ સામે રમાઈ રહેલી મેચમાં લંચ સુધી 1024 રન બનાવીને ગાવસ્કરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તે ટેસ્ટમાં ઘરની ધરતી પર એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી બની ગયો છે.

 

આ સિવાય યશસ્વી જયસ્વાલે ભારતની બીજી ઈનિંગમાં જ તેણે ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટિમ સાઉથીની બોલિંગ પર જોરદાર સિક્સર ફટકારી હતી. આ સિક્સર સાથે યશસ્વી ટેસ્ટમાં એક કેલેન્ડર વર્ષમાં 30 સિક્સર મારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ એવો રેકોર્ડ છે, જે સચિન તેંડુલકર અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ બેટ્સમેન પણ બનાવી શક્યા નથી.

મેક્કુલમ પછી આવું કરનાર બીજા બેટ્સમેન બન્યો યશસ્વી

ન્યુઝીલેન્ડના બ્રેન્ડન મેક્કુલમ બાદ યશસ્વી આ રેકોર્ડ હાંસલ કરનાર વિશ્વનો માત્ર બીજો બેટ્સમેન છે. આ રેકોર્ડ સુધી પહોંચવાની યશસ્વીની સફર માત્ર પાવર-હિટિંગ સુધી મર્યાદિત ન હતી. તેને ટીમ માટે જરૂર પડ્યે ધીમી ઈનિંગ્સ પણ રમી અને ક્રિઝ પર રહેવાની હિંમત બતાવી. ભારતની બીજી ઈનિંગમાં લંચ બ્રેક સુધી યશસ્વી 46 રન બનાવીને અણનમ છે.

એક કેલેન્ડર વર્ષમાં ઘરેલું ટેસ્ટમાં 1000 થી વધુ રન

1047 ગુંડપ્પા વિશ્વનાથ (1979)

1024*યશસ્વી જયસ્વાલ (2024)

1058 ગ્રાહામ ગૂચ (1990)

1012 જસ્ટિન લેંગર (2004)

1126 મોહમ્મદ યૂસુફ (2006)

1407 માઈકલ ક્લાર્ક (2012)

1013 સુનીલ ગાવસ્કર (1979)

ભારત માટે ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલનું જોરદાર પ્રદર્શન

આ મેચ પહેલા જયસ્વાલે ભારત માટે 12 ટેસ્ટ મેચમાં 60.23ની એવરેજથી 1265 રન બનાવ્યા છે. આ સિવાય તેને 3 સદી અને 7 અડધી સદી ફટકારી છે. 23 T20 મેચોમાં આ ખેલાડીએ 36.15ની એવરેજથી 723 રન બનાવ્યા છે, જેમાં 1 સદી સિવાય 5 અડધી સદી પણ પોતાના નામે કરી છે.

આવી છે મેચની સ્થિતિ

ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી 3 મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચમાં ન્યૂઝીલેન્ડે પહેલા દાવમાં 259 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારત 156 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ન્યુઝીલેન્ડે બીજા દાવમાં 255 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતે લંચ સુધી 81/1 રન બનાવ્યા હતા.


  • Follow us on: