• ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
  • ભારતના ટોપ ઓર્ડરે ન કર્યું ખાસ પ્રદર્શન
  • કેપ્ટન રોહિત અને કોહલી આઉટ

ભારત અને પાકિસ્તાન વચ્ચે પલ્લેકલમાં એશિયા કપની મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતની શરૂઆત ખરાબ રહી છે. ટીમ ઈન્ડિયાએ 27 રન પર 2 વિકેટ ગુમાવી દીધી છે. કેપ્ટન રોહિત શર્મા માત્ર 11 રન બનાવીને આઉટ થયો છે. સાથે વિરાટ કોહલી 4 રન બનાવીને આઉટ થયો છે. આ બંને ખેલાડીને પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહિન આફ્રિદીએ પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. આ મેચ વરસાદના કારણે થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી, પરંતુ ફરી મેચ શરૂ થવાની ભારતે 2 વિકેટ ગુમાવી દીધી છે.

રોહિત અને શુભમને કર્યું હતું ઓપનિંગ

ટીમ ઈન્ડિયા માટે રોહિત અને શુભમન ગિલ ઓપનિંગ કરવા આવ્યા હતા. રોહિત વધુ સમય મેદાનમાં રહી શક્યો નહતો. તે 22 બોલ પર 2 ફોરની મદદથી 11 રન બનાવીને આઉટ થયો છે. રોહિતને શાહિન આફ્રિદીએ બોલ્ડ કર્યો છે.

વિરાટ કોહલીએ ન કર્યું ખાસ પ્રદર્શન

ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી પણ આ મેચમાં કાંઈ ખાસ કરી શક્યો નથી. કોહલી 7 બોલમાં એક ફોરની મદદથી 4 રન બનાવીને આઉટ થયો છે. કોહલીને પણ શાહીને આઉટ કર્યો છે.

8 ઓવર બાદ ભારતનો સ્કોર 42 રન

ઉલ્લેખનીય છે કે, ભારતે 8 ઓવરમાં 2 વિકેટના નુકસાને 42 રન બનાવ્યા હતા. શુભમન ગિલ 1 રન અને શ્રેયસ અય્યર 13 રન બનાવીને રમી રહ્યો છે. પાકિસ્તાને પોતાની પ્રથમ મેચમાં નેપાળને હરાવ્યું હતું. આ મેચમાં કેપ્ટન બાબર આઝમ અને ઈફ્તિખાર અહમદે શાનદાર બેટિંગ કરી હતી. હવે તે ટીમ ઈન્ડિયા વિરુદ્ધ મેદાનમાં છે.

  • Follow us on: