- પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં મોહમ્મદ શમીને ન મળી તક
- કેપ્ટને શાર્દુલ ઠાકુર પર વિશ્વાસ મુક્યો
- ઓલરાઉન્ડર પ્રદર્શન કરતા ખેલાડી કેપ્ટનની પસંદ
પાકિસ્તાન વિરુદ્ધ એશિયા કપ 2023ની સૌથી મોટી અને હાઈપ્રોફાઈલ ટીમ ઈન્ડિયાએ મેચની પ્લેઈંગ ઈલેવન ચોંકાવનારી છે. તમામ ક્રિકેટ વિશ્લેષકોની આશાાને ધ્યાનમાં રાખ્યા વિના રોહિત શર્માએ ટીમમાં શમીના બદલે શાર્દુલ ઠાકુરને સ્થાન આપ્યું છે. આના પરથી ક્લિયર થયું કે, રોહિત શર્માા ઓલરાઉન્ડ ખેલાડીઓને જ તક આપવા માંગે છે.
અય્યર અને બુમારાહની થઈ વાપસી
શ્રેયસ અય્યર અને જસપ્રીત બુમરાહની પાકિસ્તાન વિરુદ્ધ વનડે સીરિઝમાં વાપસી થઈ છે. રોહિતે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં 3 ફાસ્ટ બોલરને સ્થાન આપ્યું છે. સ્પિન વિભાગમાં કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાને સ્થાન આપ્યું છે. આ તમામ વચ્ચે એ સવાલ ઉઠી રહ્યો છે કે, શમીના બદલે શાર્દુલ ઠાકુરને કેમ સ્થાન આપવામાં આવ્યું છે?
વેસ્ટ ઈન્ડીઝ સીરિઝમાં શાર્દુલ હતો મુખ્ય બોલર
વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ વનડે સીરિઝમાં મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાઝ ઉપલબ્ધ નહતા. જેને લઈ શાર્દુલ ઠાકુર સીરિઝમાં ફાસ્ટ બોલરની ભૂમિકા નિભાવી હતી. શાર્દુલે વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ 3 વનડે મેચમાં 8 વિકેટ મેળવી હતી.
મોહમ્મદ શમીનો રેકોર્ડ
મોહમ્મદ શમી 90 વનડે મેચ રમ્યો છે. જેમાં શમીએ 162 વિકેટ મેળવી છે, પરંતુ શમી પાકિસ્તાન વિરુદ્ધ માત્ર 3 મેચ રમ્યો છે. જેમાં તેમણે માત્ર 5 વિકેટ મેળવી છે. સાથે શમી 64 ટેસ્ટમાં 229 અને 23 T-20 મેચમાં 24 વિકેટ લઈ ચૂક્યો છે.