19 ઓક્ટોબરે ઓમાનમાં ક્રિકેટના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 7 રનથી હરાવ્યું હતું. આ રીતે ઈન્ડિયાની A ટીમે ઇમર્જિંગ એશિયા કપમાં પોતાના અભિયાનની શાનદાર જીત સાથે શરૂઆત કરી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 8 વિકેટે 183 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાની ટીમ 20 ઓવરમાં માત્ર 176 રન જ બનાવી શકી હતી.


ભારતની બેટિંગ

ભારત તરફથી અંશુલ કંબોજે શાનદાર બોલિંગ કરી હતી. કંબોજે 4 ઓવરમાં 33 રન આપીને 3 વિકેટ લીધી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાએ કેપ્ટન તિલક વર્માની 44 રનની ઈનિંગની મદદથી 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 183 રન બનાવ્યા હતા. તિલક વર્માએ 2 ફોર અને 2 સિક્સરની મદદથી આ ઇનિંગ રમી હતી. તિલક વર્મા ઉપરાંત પ્રભાસિમરને 36 રન અને ઓપનર અભિષેક શર્માએ 35 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન તરફથી સુફીયાન મુકીમે 2 વિકેટ ઝડપી હતી.

ભારતે શાનદાર બોલિંગ કરી

ભારતના 183 રનના સ્કોરનો પીછો કરવા આવેલી પાકિસ્તાનની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પાક ટીમે 21 રનમાં પોતાની 2 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી યાસિર ખાન અને કાસિમ અકરમે ચાર્જ સંભાળ્યો. બંનેએ પોતાની ટીમના સ્કોરને 75 રનથી આગળ લઈ ગયા હતા. આ પછી ભારતીય બોલર નિશાંત સંધુએ એક જ ઓવરમાં બંને બેટ્સમેનોને આઉટ કરીને ટીમ ઈન્ડિયામાં વાપસી કરી હતી.

78 રનની અંદર 4 વિકેટ પડી ગયા પછી, અરાફત મિન્હાસે કમાન સંભાળી અને પોતાની ટીમને 150 થી આગળ લઈ ગયો હતો. જો કે છેલ્લી ઓવરોમાં ભારતની ચુસ્ત બોલિંગે પાકિસ્તાનને ટાર્ગેટથી 8 રન ઓછા અંતરે રોકી દીધું હતું. પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 176 રન જ બનાવી શકી હતી.

  • Follow us on: