ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત રમતના ચોથા દિવસે 99ના સ્કોર પર આઉટ થતાં તેની સદી ચૂકી ગયો હતો. પરંતુ તેણે ભારતના દિગ્ગજ પૂર્વ વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોનીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. રિષભ પંતે ઈજાગ્રસ્ત હોવા છતાં મેદાન પર આ રેકોર્ડ બનાવ્યો હતો.


રિષભ પંતની શાનદાર વાપસી

હકીકતમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ મેચમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં 46 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ન્યૂઝીલેન્ડની ઈનિંગ દરમિયાન ટીમ ઈન્ડિયાને મેદાન પર પણ ઝટકો લાગ્યો હતો. વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ઈજાગ્રસ્ત થયો હતો. જોકે ઈજામાંથી સાજા થયા બાદ રિષભ પંત ફરી મેદાન પર આવ્યો અને ધૂમ મચાવી દીધી. રિષભ પંતની વાપસીથી બધા ખુશ છે. આ અવસર પર રિષભની ​​કથિત ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ સોશિયલ મીડિયા પર રિષભ માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. ઈશાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર રિષભ માટે એક ખાસ પોસ્ટ શેર કરી છે.

ઈશાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી છે

ઈશાએ શનિવારે સાંજે તેના ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી હતી. જેમાં તેણે દિલ્હી કેપિટલ્સની પોસ્ટ શેર કરી છે, જેમાં પંતની પાછળની બાજુની એક તસવીર છે, જેના પર લખેલું છે કે, bruised not broken Grit. Determination. Passion. ઈશાએ આ તસવીર શેર કરીને ગોલ્ડન બોય લખ્યું છે. રિષભ પંતનું નામ ઘણીવાર ઈશા નેગી સાથે જોડાય છે. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે.

રિષભ પંત ઈજાગ્રસ્ત થયો હતો

ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ બેંગલુરુમાં રમાઈ રહી છે, જેમાં રિષભ પંત ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયો છે. તેને આ ઈજા રવિન્દ્ર જાડેજાના બોલથી થઈ હતી. નોંધનીય છે કે રવિન્દ્ર જાડેજાનો બોલ પડ્યા બાદ એક ટર્ન આવ્યો હતો, જેને બેટ્સમેન ડેવોન કોનવે સમજી શક્યો ન હતો અને ચૂકી ગયો હતો, જેના કારણે બોલ સીધો રિષભ પંતના ઘૂંટણમાં અથડાયો હતો અને તે ઈજાગ્રસ્ત થયો હતો.

  • Follow us on: