ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ બેંગલુરુમાં રમાઈ રહી છે. પ્રથમ દાવમાં માત્ર 46 રનમાં આઉટ થયા બાદ ભારતીય ટીમે તેના બીજા દાવમાં શાનદાર વાપસી કરી અને મુલાકાતી ન્યુઝીલેન્ડના બોલરોને હંફાવ્યા હતા. સરફરાઝ ખાન સિવાય રિષભ પંતે ભારત તરફથી સૌથી વધુ રન બનાવ્યા અને રેકોર્ડ બનાવ્યો. પંતે આ મેચમાં એમએસ ધોનીનો રેકોર્ડ તોડ્યો અને 92 વર્ષના ઈતિહાસમાં સૌથી ઝડપી 2500 રન બનાવનાર ભારતીય વિકેટ કીપર બેટ્સમેન બની ગયો.


રિષભ પંતે એમએસ ધોનીને પાછળ છોડી દીધો

સરફરાઝ ખાન બાદ પંત ભારત માટે બીજી ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો હતો. જોકે, પંત માત્ર 1 રનથી પોતાની સદી પૂરી કરવામાં ચૂકી ગયો હતો. તે 99ના સ્કોર પર આઉટ થયો હતો. જો કે, તે ટેસ્ટમાં ભારત માટે સૌથી ઝડપી 2500 રન પૂરા કરનાર બેટ્સમેન બન્યો હતો. તેણે માત્ર 62 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. પંતે એમએસ ધોનીને પાછળ છોડી દીધો, જેણે 69 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. પંત ધોની કરતા ઘણો આગળ નીકળી ગયો છે. પંત પહેલા ધોની સૌથી ઝડપી 2500 રન પૂરા કરનાર ભારતીય વિકેટકીપર બેટ્સમેન હતા.

આ સિવાય ફારુક એન્જિનિયરે 82 ઇનિંગ્સમાં 2500 રન બનાવવાની સિદ્ધિ મેળવી હતી. જ્યારે સૈયદ કિરમાનીએ 116 ઇનિંગ્સમાં 2500 રન પૂરા કર્યા હતા. પંતે ભારતીય ટેસ્ટ ક્રિકેટના 92 વર્ષના ઇતિહાસમાં સૌથી ઝડપી 2500 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. પંત આ પહેલા ભારત માટે સૌથી ઝડપી 500, 1000, 1500 અને 2000 રન બનાવનાર ભારતીય વિકેટકીપર બેટ્સમેન છે.

પંતે T20 શૈલીમાં શાનદાર બેટિંગ કરી હતી

પંતે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે આક્રમક રીતે રન બનાવ્યા. પોતાની ઇનિંગ દરમિયાન પંતે 105 બોલમાં 99 રન બનાવ્યા હતા. આ દરમિયાન પંતે પોતાના નામે 9 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. તેના સિવાય સરફરાઝ ખાને 195 બોલમાં 150 રનની ઇનિંગ રમી હતી.


  • Follow us on: