• ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ફાઈનલ મેચ
  • ભારતે પ્રથમ બેટિંગ કરતા 176 રન બનાવ્યા છે
  • આ મેચમાં વિરાટ કોહલીએ 76 રન બનાવ્યા છે

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયા માટે વિરાટ કોહલીએ શાનદાર ફિફ્ટી ફટકારી હતી. આ ઇનિંગ દરમિયાન વિરાટ કોહલીએ 5 રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.

વિરાટ કોહલીએ શાનદાર ફિફ્ટી

પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ પ્રથમ ત્રણ વિકેટ ઝડપથી ગુમાવી દીધી હતી. જો કે આ પછી વિરાટ કોહલી અને અક્ષરે ટીમની કમાન સંભાળી અને ઇનિંગ્સને આગળ ધપાવી હતી. અક્ષર પટેલના આઉટ થયા બાદ વિરાટ કોહલીએ એન્કરની ભૂમિકા ભજવી હતી અને સ્કોર આગળ લઈ ગયો હતો. વિરાટ કોહલીએ 48 બોલમાં પોતાની ફિફ્ટી ફટકારી હતી. તેણે 59 બોલમાં 76 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન વિરાટ કોહલીએ 5 રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

વિરાટ કોહલીએ આ પાંચ મોટા રેકોર્ડ બનાવ્યા

  • વિરાટ કોહલીએ ભારતની સૌથી ધીમી T20 ફિફ્ટી બનાવી છે. આ યાદીમાં સૂર્યકુમાર યાદવ પ્રથમ સ્થાને છે.
  • વિરાટ કોહલીએ ફાઇનલમાં છઠ્ઠો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવ્યો છે. આ યાદીમાં કેન વિલિયમસન પ્રથમ સ્થાને છે.
  • છેલ્લી દસ ઇનિંગ્સમાં વિરાટ કોહલીની આ પ્રથમ ફિફ્ટી હતી.
  • વિરાટ કોહલીએ આ T20 વર્લ્ડકપમાં પોતાની પ્રથમ ફિફ્ટી ફટકારી છે.
  • વિરાટ કોહલી પોતાની કારકિર્દીમાં બે વખત T20 વર્લ્ડકપની ફાઇનલમાં રમ્યો છે અને તેણે બંને મેચમાં અડધી સદી ફટકારી છે.

ભારતે 176 રન બનાવ્યા હતા

પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા માટે વિરાટ કોહલીએ 76 રનની અને અક્ષર પટેલે 47 રનની ઈનિંગ રમી હતી. આફ્રિકા તરફથી કેશવ મહારાજે 23 રનમાં 2 વિકેટ લીધી હતી.

  • Follow us on: