• ભારત સામે સાઉથ આફ્રિકાની 5 વિકેટે જીત
  • સાઉથ આફ્રિકા સિરીઝમાં 1-0થી આગળ
  • સિરીઝની આગામી મેચ 14 ડિસેમ્બરે રમાશે

ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે ગઈ છે, જ્યાં ભારતીય ટીમ ત્રણેય ફોર્મેટમાં સિરીઝ રમશે. જેમાં 3 મેચની T20 સિરીઝ 10 ડિસેમ્બરથી શરૂ થઈ હતી. પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી, પરંતુ બીજી T20 મેચ મંગળવારે એટલે કે 12 ડિસેમ્બરે રમાઈ હતી. બીજી મેચમાં સાઉથ આફ્રિકાની DLS મેથડ અનુસાર 5 વિકેટે જીત થઈ હતી. આ સાથે સાઉથ આફ્રિકાએ 3 મેચની સિરીઝમાં 1-0થી લીડ મેળવી છે.

સાઉથ આફ્રિકાએ ભારતને આસાનીથી હરાવ્યું

આ મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું અને બંને ઓપનર બેટ્સમેન શૂન્ય પર આઉટ થઈ ગયા હતા. જો કે ત્યાર બાદ તિલક વર્મા (29), સૂર્યકુમાર યાદવ (56) અને રિંકુ સિંહની 68 રનની અણનમ ઇનિંગે ટીમ ઈન્ડિયાને 19.3 ઓવરમાં 180 રન સુધી પહોંચાડી દીધી હતી. તે પછી વરસાદ પડ્યો અને મેચ સ્થગિત કરવી પડી હતી.

વરસાદના કારણે પ્રથમ મેચ રદ 

વરસાદ બંધ થયા પછી, દક્ષિણ આફ્રિકાને ડકવર્થ-લુઈસ પદ્ધતિ દ્વારા 15 ઓવરમાં 152 રન બનાવવાનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ તેણે માત્ર 13.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા અને મેચ જીતી લીધી. આ મેચમાં ભારતને આસાનીથી હરાવ્યા બાદ એડન માર્કરામે કહ્યું, ડરબનમાં વરસાદના કારણે પ્રથમ મેચ રદ કરવામાં આવી હતી, પરંતુ અહીં ફેન્સની મોટી ભીડ હતી અને તેમની સામે આવું પ્રદર્શન કરવું ઘણું સારું હતું.

માર્કરામે આ શાનદાર જીતનું કારણ જણાવ્યું

એડમ માર્કરમે વધુમાં જણાવ્યું કે, શરૂઆતમાં પિચ ધીમી હતી, પરંતુ વરસાદ બાદ તે ફાસ્ટ બની હતી. જેનો અમને ફાયદો થયો હતો. આ સિવાય સાઉથ આફ્રિકાના કેપ્ટન એડને તેના ઓપનર બેટ્સમેન રીઝા હેન્ડ્રીક્સ વિશે કહ્યું કે તે ખૂબ શાનદાર ઈનિંગ રમ્યો હતો. હું તેના માટે ખૂબ જ ખુશ છું. તેની બેટિંગમાં જવાબદારી જોવા મળી હતી. તેથી આજે પણ સારી ઈનિંગ રમી હતી. અમે વર્લ્ડ કપમાં ફોર્મ ધરાવે તેવા ખેલાડી પસંદ કરવા માંગીએ છીએ. દરેક ખેલાડી ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપી રહ્યો છે

  • Follow us on: