ભારતીય T20 ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. જ્યાં બંને ટીમોની ચાર મેચોની T20 સીરીઝ રમાઈ રહી છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં બે મેચ રમાઈ છે. જેમાંથી એક મેચ ભારત અને બીજી મેચ દક્ષિણ આફ્રિકાએ જીતી હતી.


સિરીઝની ત્રીજી મેચ 13 નવેમ્બરે રમાશે. જેમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ ત્રીજી મેચની પ્લેઈંગ ઈલેવનમાંથી સતત બે મેચમાં ફ્લોપ ગયેલા ખેલાડીને ડ્રોપ કરી શકે છે, જ્યારે બે મેચમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરવાની રાહ જોઈ રહેલા ખેલાડીને તક મળી શકે છે.

આવેશ ખાન થશે ડ્રોપ!

આવેશ ખાન દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ છે. આવેશ છેલ્લી બે મેચમાં ભારતીય ટીમનો ભાગ હતો. પ્રથમ મેચમાં આવેશનું પ્રદર્શન સારું રહ્યું હતું અને તેને 2.5 ઓવરમાં બોલિંગ કરતા 28 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય બીજી મેચમાં આવેશનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. જ્યારે ટીમને તેની સૌથી વધુ જરૂર હતી ત્યારે તેને કોઈ વિકેટ લીધી ન હતી. બીજી મેચમાં આવેશ બોલિંગ કરતી વખતે 3 ઓવરમાં 23 રન આપ્યા હતા, પરંતુ તેને કોઈ સફળતા મળી ન હતી. આવી પરિસ્થિતિમાં આવેશ ત્રીજી મેચમાંથી બહાર થઈ શકે છે.

 

વિજયકુમારને મળી શકે છે તક

ફાસ્ટ બોલર વિજયકુમારને પણ ચાર મેચની T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની ટીમમાં પ્રથમ વખત પસંદ કરવામાં આવ્યો છે. પરંતુ આ બોલરને હજુ સુધી ડેબ્યૂ કરવાની તક મળી નથી. મીડિયા રિપોર્ટ મુજબ વિજયકુમારને 13મી નવેમ્બરે યોજાનારી ત્રીજી T20 મેચમાં આવેશ ખાનની જગ્યાએ ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનમાં પસંદ કરવામાં આવી શકે છે.

આ ખેલાડી આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી ચૂક્યો છે. વિજયકુમારે RCB માટે 11 મેચ રમી છે, જેમાં યુવા ખેલાડીએ બોલિંગ દરમિયાન 13 વિકેટ ઝડપી છે. આ સિવાય વિજયકુમારે 26 ફર્સ્ટ ક્લાસ મેચમાં 103 વિકેટ લીધી છે.


  • Follow us on: