• ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બાર્બાડોસમાં રમાશે
  • જો આ મેચ વરસાદને કારણે ધોવાઈ જશે તો શું થશે?
  • જો મેચ 29 અને 30 જૂનના રોજ ના રમવામાં તો આ નિર્ણય ફાઈનલ થશે

ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચ બાર્બાડોસ સ્થિત કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં રમાશે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આ ટાઈટલ ટક્કર 29 જૂને થવાની છે, પરંતુ અત્યાર સુધી વર્લ્ડ કપની ઘણી મેચો વરસાદને કારણે ધોવાઈ ગઈ છે. હવે સમાચાર આવી રહ્યા છે કે બાર્બાડોસમાં 29મી જૂને પણ વરસાદની સંભાવના છે. પરંતુ ફાઈનલ મેચ માટે 30 જૂનને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે, પરંતુ અહીં જાણો જો વરસાદને કારણે 29 જૂને ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચ ન રમાઈ શકે તો શું કરવામાં આવશે?

જો ભારત-દક્ષિણ આફ્રિકા મેચમાં વરસાદ પડે

તમને જણાવી દઈએ કે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ફાઈનલ મેચના દિવસે બાર્બાડોસમાં 75% વરસાદની આશંકા છે. જો ફાઈનલ મેચ વરસાદ કે અન્ય કોઈ કારણોસર વિલંબિત થાય છે, તો તે જ દિવસે મેચ પૂર્ણ કરવા માટે 190 મિનિટનો વધારાનો સમય લાગુ કરવામાં આવશે. મેચનું પરિણામ ત્યારે જ જાણી શકાશે જ્યારે બંને ટીમ ઓછામાં ઓછી 10 ઓવર રમશે. જો કોઈપણ ટીમ 10-10 ઓવર રમી શકશે નહીં તો મેચને રિઝર્વ ડેમાં શિફ્ટ કરવામાં આવશે.

જો રિઝર્વ ડે પણ વરસાદ પડે

આઈસીસીના નિયમો કહે છે કે જો ફાઈનલ મેચ ન યોજાય અથવા ટાઈ થાય તો સુપર ઓવર કરવામાં આવે છે. જો કોઈ ટીમ રિઝર્વ ડે પર પણ વિજેતા બની શકતી નથી અને સુપર ઓવર પણ શક્ય નથી તો ફાઈનલ મેચનું પરિણામ 'નો-રિઝલ્ટ' તરીકે જાહેર કરવામાં આવશે. સુપર ઓવર ન થવાના કિસ્સામાં, ભારત અને દક્ષિણ આફ્રિકાને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ટી20 વર્લ્ડ કપના 17 વર્ષના ઈતિહાસમાં આજ સુધી કોઈ સંયુક્ત વિજેતા જોવા મળ્યો નથી.

  • Follow us on: