• ભારતીય ટીમ સાઉથ આફ્રિકાનો કરશે પ્રવાસ
  • સાઉથ આફ્રિકામાં 2 ટેસ્ટ મેચની સીરિઝ રમશે
  • ટીમ ઈન્ડિયા સૌથી શક્તિશાળી ટીમ સાથે મેદાનમાં ઉતરશે

સાઉથ આફ્રિકા વિરુદ્ધ તેની ઘરેલૂ પિચ પર ટેસ્ટ મેચ રમવી ક્યારેય સરળ રહેતી નથી. સાઉથ આફ્રિકન પિચ પર સાઉથ આફ્રિકાને હરાવવું ખુબ મુશ્કેલ હોય છે. જેથી ટીમ ઈન્ડિયા આ વખતે પોતાની સૌથી શક્તિશાળી ટીમ સાથે સાઉથ આફ્રિકાના પ્રવાસે જશે.

સાઉથ આફ્રિકા ટેસ્ટમાં કોણ હશે કેપ્ટન?

મળતી માહિતી મુજબ, સાઉથ આફ્રિકામાં થનારી ટેસ્ટ સીરિઝ માટે ટુંક સમયમાં ટીમની જાહેરાત થઈ શકે છે. સિલેક્ટર્સ 26 ડિસેમ્બરથી શરૂ થનારી 2 ટેસ્ટ મેચની સીરિઝ માટે સૌથી મજબૂત ટીમની જાહેરાત કરી શકે છે.


ટેસ્ટ સીરિઝમાં રોહિત શર્મા હશે કેપ્ટન

BCCI અને ટીમ ઈન્ડિયા અંગે આવી રહેલા તાજેતરના સમાચાર અનુસાર સાઉખ આફ્રિકામાં થનારી T-20 અને વનજે સીરિઝના કેપ્ટન અંગે કાંઈ પણ કહેવું મુશ્કેલ છે, પરંતુ ટેસ્ટ ફોર્મેટમાં રોગિત શર્મા જ કેપ્ટનની ભૂમિકા નિભાવશે. રોહિત શર્માના નૈતૃત્વમાં તેમના ઓપનિંગ પાર્ટનર શુભમન ગિલ હોઈ શકે છે. જે બાદ ત્રીજા નંબર પર ચેતેશ્વર પૂજારા, નંબર 4 પર વિરાટ કોહલી, નંબર 5 પર શ્રેયસ અય્યર મધ્યક્રમની ભૂમિકા નિભાવી શકે છે. જે બાદ નિચલા ક્રમમાં વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ અથવા ઈશાન કિશન બંનેમાંથી કોઈ એક ખેલાડીને તક મળી શકે છે.

કેએલ રાહુલને ટેસ્ટ મેચમાં તક મળશે કે નહીં?

જો કેએલ રાહુલ ટેસ્ટ મેચમાં લાંબી વિકેટકીપિંગ કરવા સક્ષણ રહે છે, તો ટીમ નંબર 6 માટે કેએલ રાહુલની પસંદગી કરશે. જો તે ટેસ્ટ મેચમાં વિકેટકીપિંગ નહીં કરી શકે, તો તેમને શ્રેયસ અય્યરની જગ્યાએ તક આપવામાં આવી શકે છે, પરંચપ વિકેટકીપિંગ માટે નંબર 6 પર ઈશાન કિશનને તક મળી શકે છે. આ તમામ બાદ સ્પિન ઓલરાઉન્ડર તરીકે નંબર 7 પર રવિન્દ્ર જાડેજા, નંબર 8 પર રવિચંદ્રન અશ્વિનને તક મળી શકે છે. સાથે ફાસ્ટ બોલરની જવાબદારી જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મજ સિરાઝને મળી શકે છે.

સાઉથ આફ્રિકા ટેસ્ટ માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન-

રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ/ઈશાન કિશન(વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાઝ

  • Follow us on: