- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ
- કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં બંને વચ્ચે મેચ
- બંને ટીમે સેમીફાઈનલ માટે કર્યું છે ક્વોલીફાઈ
સાઉથ આફ્રિકા સામે ભારતની 243 રને જીત થઈ છે. આજની મેચમાં ભારતે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 50 ઓવર બાદ 5 વિકેટના નુકસાને 326 રન બનાવ્યા હતા. જેથી સાઉથ આફ્રિકાને જીત માટે 327 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ 83 રનમાં ઓલઆઉટ થઈ છે. સાઉથ આફ્રિકા માટે ક્વિંટન ડિ કોક 10 બોલમાં 5, ટેમ્બા બાવુમાએ 19 બોલમાં 11, રાસી વેન ડેર ડુસેને 31 બોલમાં 13, એડન માર્કરમે 6 બોલમાં 9, હેનરિક ક્લાસેને 11 બોલમાં 1, ડેવિડ મિલરે 11 બોલમાં 11, કેશવ મહારાજ 11 બોલમાં 7, માર્કો જાનસેને 30 બોલમાં 14, કગિસો રબાડાએ 36 બોલમાં 6 રન, લુંગી એનગીડીએ 3 બોલમાં શૂન્ય રન અને તરબીઝ શમ્સીએ 4 બોલમાં 4 રન કર્યા છે. ભારતના બોલર્સની વાત કરવામાં આવે તો, રવિન્દ્ર જાડેજાએ 9 ઓવરમાં 33 રન આપીને સૌથી વધુ 5 વિકેટ લીધી છે. આ ઉપરાંત મોહમ્મદ શમીએ 4 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ, કુલદિપ યાદવે 5.1 ઓવરમાં 7 રન આપીને 2 વિકેટ અને મોહમ્મદ સિરાઝે 4 ઓવરમાં 11 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત જસપ્રીત બુમરાહે 5 ઓવરમાં 14 રન આપ્યા છે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં ભારતીય બોલર્સ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. મોહમ્મદ શમીએ વર્લ્ડકપ 2023માં 2 વખત 5 વિકેટ લેવાનું કારનામું કર્યું છે, ત્યારે સાઉથ આફ્રિકા વિરુદ્ધ મેચમાં ભારતીય સ્ટાર સ્પિનર રવિન્દ્ર જાડેજાએ પણ 5 વિકેટ પોતાના નામે કરી છે. જાડેજાએ આ 5 વિકેટ રન આપીને લીધી છે.
સાઉથ આફ્રિકાની ઈનિંગ
78/7 (25 ઓવર)- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ સાઉથ આફ્રિકાએ 7 વિકેટના નુકસાને 78 રન બનાવ્યા છે. સાઉથ આફ્રિકાનો ઓપનર ક્વિંટન ડિ કોક 10 બોલમાં 5 રન કરીને, ટેમ્બા બાવુમા 19 બોલમાં 11 રન કરીને, રાસી વેન ડેર ડુસેન 31 બોલમાં 13 રન કરીને, એડન માર્કરમ 6 બોલમાં 9 રન કરીને, હેનરિક ક્લાસેન 11 બોલમાં 1 રન કરીને ડેવિડ મિલર 11 બોલમાં 11 રન કરીને અને કેશવ મહારાજ 11 બોલમાં 7 રન કરીને આઉટ થયો છે. અત્યારે સાઉથ આફ્રિકા માટે માર્કો જાનસેન 29 બોલમાં 14 રન કરીને અને કગિસો રબાડા 21 બોલમાં 5 રન કરીને બેટિંગ કરી રહ્યો છે.
69/7 (20 ઓવર)- સાઉથ આફ્રિકાના બેટ્સમેન રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. રવિન્દ્ર જાડેજાએ 11 બોલમાં 11 રન કરનારા ડેવિડ મિલર અને 11 બોલમાં 7 રન કરનારા કેશવ મહારાજને આઉટ કર્યો છે. અત્યારે સાઉથ આફ્રિકા માટે માર્કો જાનસેન 14 બોલમાં 8 રન કરીને અને કગિસો રબાડા 14 બોલમાં 8 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, રવિન્દ્ર જાડેજાએ 6 ઓવરમાં 28 રન આપીને 4 વિકેટ, મોહમ્મદ શમીએ 4 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ અને મોહમ્મદ સિરાઝે 4 ઓવરમાં 11 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 10 રન અને કુલદીપ યાદવે 2 ઓવરમાં 2 રન આપ્યા છે.
52/5 (15 ઓવર)- સાઉથ આફ્રિકા સામે ભારતીય બોલર્સનો દબદબો જોવા મળી રહ્યો છે. સાઉથ આફ્રિકાના બેટ્સમેન રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. રવિન્દ્ર જાડેજાએ 11 બોલમાં 1 રન કરનારા હેનરિક ક્લાસેનને આઉટ કર્યો છે, જ્યારે શમીએ 32 બોલમાં 13 રન કરનારા રાસી વેન ડેર ડુસેને આઉટ કર્યો છે. અત્યારે સાઉથ આફ્રિકા માટે ડેવિડ મિલર 7 બોલમાં 10 રન કરીને અને માર્કો જાનસેન 5 બોલમાં 2 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, મોહમ્મદ શમીએ 3 ઓવરમાં 11 રન આપીને 2 વિકેટ, રવિન્દ્ર જાડેજાએ 4 ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ અને મોહમ્મદ સિરાઝે 4 ઓવરમાં 11 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 10 રન આપ્યા છે.
35/3 (10 ઓવર)- રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીએ ભારતીય ટીમને સફળતા અપાવી છે. જાડેજાએ 19 બોલમાં 11 રન કરનારા ટેમ્બા બાવુમાને આઉટ કર્યો છે, જ્યારે મોહમ્મદ શમીએ 6 બોલમાં 9 રન કરનારા એડમ માર્કરમને આઉટ કર્યો છે. હવે સાઉથ આફ્રિકા માટે રાસી વેન ડેર ડુસેન 24 બોલમાં 9 રન કરીને અને હેનરિક ક્લાસેન 1 બોલમાં શૂન્ય રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, મોહમ્મદ સિરાઝે 4 ઓવરમાં 11 રન આપીને 1 વિકેટ, રવિન્દ્ર જાડેજાએ 1 ઓવરમાં 6 રન આપીને 1 વિકેટ અને મોહમ્મદ શમીએ 1 ઓવરમાં 8 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 10 રન અને મોહમ્મદ શમીએ 1 ઓવરમાં રન આપ્યા છે.
17/1 (5 ઓવર)- ભારતને ઈનિંગની બીજી ઓવરમાં પ્રથમ સફળતા મળી છે. મોહમ્મદ સિરાઝે 10 બોલમાં 5 રન કરનારા સાઉથ આફ્રિકાના ઓપનર ક્વિંટન ડિ કોકને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. અત્યારે સાઉથ આફ્રિકા માટે કેપ્ટમ ટેમ્બા બાવુમા 9 બોલમાં 9 રન કરીને અને રાસી વેન ડેર ડુસેન 11 બોલમાં 2 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 3 ઓવરમાં 8 રન આપ્યા છે. આ ઉપરાંત મોહમ્મદ સિરાઝે 2 ઓવરમાં 9 રન આપીને 1 વિકેટ લીધી છે.
સાઉથ આફ્રિકાના ઓપનર ક્રીઝ પર આવ્યા
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં સાઉથ આફ્રિકાની ઈનિંગ શરૂ થઈ છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 50 ઓવર બાદ 5 વિકેટના નુકસાને 326 રન બનાવ્યા છે. જેથી સાઉથ આફ્રિકાને જીત માટે 327 રનનો ટાર્ગેટ મળ્યો છે. આ વિશાળ ટાર્ગેટનો પીછો કરવા માટે સાઉથ આફ્રિકાના ઓપનર ટેમ્બા બાવુમા અને ક્વિંટન ડિ કોક ક્રીઝ પર આવ્યા છે, જ્યારે ભારત માટે પ્રથમ ઓવર નાખવા માટે જસપ્રીત બુમરાહ આવ્યો છે.
ભારતની ઈનિંગ
326/5 (50 ઓવર)-ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં ભારતે 50 ઓવર બાદ 5 વિકેટના નુકસાને 326 રન બનાવ્યા છે. જેથી સાઉથ આફ્રિકાને જીત 327 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારત માટે કેપ્ટન રોહિત શર્માએ 24 બોલમાં 40, શુભમન ગિલે 24 બોલમાં 23, શ્રેયસ અય્યરે 87 બોલમાં 77, કેએલ રાહુલે 17 બોલમાં 8, સૂર્યકુમાર યાદવે 14 બોલમાં 22 રન, વિરાટ કોહલીએ 121 બોલમાં અણનમ 101 રન અને રવિન્દ્ર જાડેજાએ 15 બોલમાં અણનમ 29 રન કર્યા છે. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો, તરબેઝ શમ્સીએ 10 ઓવરમાં 72 રન આપીને 1 વિકેટ, માર્કો જાનસેને 9 ઓવરમાં 84 રન આપીને 1 વિકેટ, કગિસો રબાડાએ 10 ઓવરમાં 48 રન આપીને 1 વિકેટ, લુંદી એનગિડીએ 9 ઓવરમાં 91 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે જ એડન માર્કરમે 2 ઓવરમાં 17 રન આપ્યા છે.
વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા વિરુદ્ધ સદી ફટકારી છે. કોહલીએ પોતાની આ સદી 119 બોલમાં પૂર્ણ કરી છે. આ સદી ફટકારવા સાથે કોહલીએ વનડેમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે સચિન તેંડુલકરની બરાબરી કરી છે. ઉલ્લેખનીય છે કે, સચિન તેંડુલકર વનડેમાં 49 સદી સાથે અત્યાર સુધી ટોપ પર હતા, પરંતુ હવે કોહલીએ સચિનની બરાબરી કરી છે.
278/4 (45 ઓવર)- ભારતીય ટીમને ચોથો ઝટકો લાગ્યો છે. વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ 17 બોલમાં 8 રન કરીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે વિરાટ કોહલી 109 બોલમાં 89 રન કરીને અને સૂર્યકુમાર યાદવ 11 બોલમાં 17 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. તરબેઝ શમ્સીએ 8 ઓવરમાં 58 અને એડન માર્કરમે 2 ઓવરમાં 17 રન આપ્યા છે. આ ઉપરાંત કગિસો રબાડાએ 8 ઓવરમાં 32 રન આપીને 1 વિકેટ, કેશવ મહારાજે 10 ઓવરમાં 30 રન આપીને 1 વિકેટ, લુંગી એનગિડીએ 8 ઓવરમાં 56 રન આપીને 1 વિકેટ અને માર્કો જાનસેને 9 ઓવરમાં 84 રન આપીને 1 વિકેટ લીધી છે.
239/3 (40 ઓવર)- ભારતને શ્રેયસ અય્યરના રૂપે ત્રીજો ઝટકો લાગ્યો છે. શ્રેયસ અય્યર 87 બોલમાં 77 રન કરીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે વિરાટ કોહલી 95 બોલમાં 75 રન કરીને અને વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ 10 બોલમાં 5 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો, માર્કો જાનસેને 6 ઓવરમાં 60, તરબેઝ શમ્સીએ 6 ઓવરમાં 43 અને એડન માર્કરમે 2 ઓવરમાં 17 રન આપ્યા છે. આ ઉપરાંત કગિસો રબાડાએ 8 ઓવરમાં 32 રન આપીને 1 વિકેટ, કેશવ મહારાજે 10 ઓવરમાં 30 રન આપીને 1 વિકેટ અને લુંગી એનગિડીએ 8 ઓવરમાં 56 રન આપીને 1 વિકેટ લીધી છે.
219/2 (35 ઓવર)- સાઉથ આફ્રિકાના બોલર વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. છેલ્લી 20 ઓવરથી સાઉથ આફ્રિકાના બોલર્સ વિકેટ લઈ શક્યા નથી, જ્યારે બીજી તરફ વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર બંને ફિફ્ટી ફટકારીને બેટિંગ કરી રહ્યા છે. અત્યારે કોહલી 82 બોલમાં 67 રન કરીને અને અય્યર 79 બોલમાં 70 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો, લુંગી એનગિડીએ 6 ઓવરમાં 49, માર્કો જાનસેને 6 ઓવરમાં 60, તરબેઝ શમ્સીએ 6 ઓવરમાં 43 અને એડન માર્કરમે 2 ઓવરમાં 17 રન આપ્યા છે. આ ઉપરાંત કગિસો રબાડાએ 5 ઓવરમાં 19 રન આપીને 1 વિકેટ અને કેશવ મહારાજે 10 ઓવરમાં 30 રન આપીને 1 વિકેટ લીધી છે.
179/2 (30 ઓવર)- ભારત માટે વિરાટ કોહલીએ ફિફ્ટી ફટકારી છે. ત્યારે સાઉથ આફ્રિકાના બોલર વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. છેલ્લી 15 ઓવરથી સાઉથ આફ્રિકાના બોલર વિકેટ લઈ શક્યા નથી. અત્યારે ભારત માટે કોહલી 70 બોલમાં 54 રન કરીને અને શ્રેયસ અય્યર 62 બોલમાં 47 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો, લુંગી એનગિડીએ 5 ઓવરમાં 43, માર્કો જાનસેને 4 ઓવરમાં 43 અને તરબેઝ શમ્સીએ 6 ઓવરમાં 43 રન આપ્યા છે. આ ઉપરાંત કગિસો રબાડાએ 5 ઓવરમાં 19 રન આપીને 1 વિકેટ અને કેશવ મહારાજે 10 ઓવરમાં 30 રન આપીને 1 વિકેટ લીધી છે.
143/2 (25 ઓવર)- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ ટીમ ઈન્ડિયાએ 2 વિકેટના નુકસાને 143 રન બનાવ્યા છે. ભારતનો કેપ્ટન રોહિત શર્મા 24 બોલમાં 40 રન કરીને અને શુભમન ગિલ 24 બોલમાં 23 રન કરીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે વિરાટ કોહલી 56 બોલમાં 42 રન કરીને અને શ્રેયસ અય્યર 46 બોલમાં 24 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો, લુંગી એનગિડીએ 5 ઓવરમાં 43, માર્કો જાનસેને 4 ઓવરમાં 43 અને તરબેઝ શમ્સીએ 3 ઓરમાં 16 રન આપ્યા છે. આ ઉપરાંત કગિસો રબાડાએ 5 ઓવરમાં 19 રન આપીને 1 વિકેટ અને કેશવ મહારાજે 8 ઓવરમાં 21 રન આપીને 1 વિકેટ લીધી છે.
124/2 (20 ઓવર)-સાઉથ આફ્રિકાના બોલર વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. છેલ્લી 5 ઓવરમાં સાઉથ આફ્રિકાના બોલર્સ એક પણ વિકેટ લઈ શક્યા નથી. અત્યારે ભારત માટે વિરાટ કોહલી 38 બોલમાં 37 રન કરીને અને શ્રેયસ અય્યર 34 બોલમાં 11 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો, લુંગી એનગિડીએ 5 ઓવરમાં 43, માર્કો જાનસેને 4 ઓવરમાં 43 અને તરબેઝ શમ્સીએ 1 ઓરમાં 3 રન આપ્યા છે. આ ઉપરાંત કગિસો રબાડાએ 5 ઓવરમાં 19 રન આપીને 1 વિકેટ અને કેશવ મહારાજે 5 ઓવરમાં 15 રન આપીને 1 વિકેટ લીધી છે.
105/2 (15 ઓવર)- ભારતીય સ્ટાર ઓપનર શુભમન ગિલ 24 બોલમાં 23 રન કરીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે વિરાટ કોહલી 22 બોલમાં 24 રન કરીને અને શ્રેયસ અય્યર 20 બોલમાં 7 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો, લુંગી એનગિડીએ 3 ઓવરમાં 34 અને માર્કો જાનસેને 4 ઓવરમાં 43 રન આપ્યા છે. આ ઉપરાંત કગિસો રબાડાએ 5 ઓવરમાં 19 રન આપીને 1 વિકેટ અને કેશવ મહારાજે 3 ઓવરમાં 8 રન આપીને 1 વિકેટ લીધી છે.
ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે વર્લ્ડકપની 37મી મેચ રમવામાં આવશે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમવામાં આવશે. જેના માટે ટોસ થયો છે. જે ભારતે જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને સાઉથ આફ્રિકા બંને ટીમ સેમીફાઈનલ માટે ક્વોલીફાઈ થઈ ચૂકી છે. જેથી આજની મેચમાં હાર જીતથી કોઈ પણ ટીમને ફરક પડશે નહીં.
વર્લ્ડકપ 2023માં સેમીફાઈનલ માટે ક્વોલીફાઈ કરી ચુકેલા ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે વર્લ્ડકપની મેચ રમવામાં આવશે. બંને દેશ વચ્ચેની આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ બંને ટીમ ટૂર્નામેન્ટમાં 7-7 મેચ રમી છે. જેમાં ભારતીય ટીમની તમામ મેચમાં જીત થઈ છે, જ્યારે સાઉથ આફ્રિકાની ટીમની 7માંથી 6 મેચમાં જીત થઈ છે.
ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે હેડ ટૂ હેડ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અત્યાર સુધી 90 વનડે મેચ રમવામાં આવી છે. જેમાંથી ભારતની 37 મેચમાં અને સાઉથ આફ્રિકાની 50 મેચમાં જીત થઈ છે. બંને વચ્ચે રમાયેલી 3 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી. વર્લ્ડકપની વાત કરવામાં આવે તો, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વર્લ્ડકપમાં કુલ 5 મેચ રમાઈ છે. જેમાંથી સાઉથ આફ્રિકાની 3 અને ભારતની 2 મેચમાં જીત થઈ છે. વર્ષ 2015ના વર્લ્ડકપમાં ભારતે પ્રથમ વખત સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું. જે બાદ વર્ષ 2019ના વર્લ્ડકપમાં પણ ભારતે સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું. ગત વર્લ્ડકપમાં રોહિત શર્માએ સાઉથ આફ્રિકા વિરુદ્ધ સદી ફટકારી હતી.
ડિ કોકનું ફોર્મ શાનદાર
સાઉથ આફ્રિકાની બેટિંગ આ ટૂર્નામેન્ટમાં શાનદાર છે. પોતાની છેલ્લી વર્લ્ડકપ રમી રહેલા ક્વિંટન ડિ કોકે આ ટૂર્નામેન્ટમાં 4 સદી સાથે 545 રન બનાવ્યા છે. ક્વિંટન ડિ કોકની એવરેજ 77.86 છે. સાથે મિડલ ઓર્ડરમાં રાસી વેન ડેર ડ્યુસેન અને એડન માર્કરમ પણ સદી ફટકારી ચૂક્યા છે. બીજી તરફ ભારતીય પેસરની તીગડી તમામ ટીમને ચોંકાવી રહી છે. જસપ્રીત બુમરાહે આ ટૂર્નામેન્ટમાં 15 અને મોહમ્મદ શમીએ 14 વિકેટ લીધી છે. શમી 3 મેચમાં 2 વખત 5 વિકેટ લઈ ચૂક્યો છે.
પિચ રિપોર્ટ
ઈડન ગાર્ડન્સ કોલકાતાની પિચ બેટ્સમેનોને મદદ કરે છે. પિચમાં સારો બાઉન્સ થાય છે. જેના કારણે બોલ સરળતાથી બેટ પર આવે છે. જો કે, ફાસ્ટ બોલરને આ પિચ પર મદદ મળે છે. આ વર્લ્ડકપ દરમિયાન ઈડન ગાર્ડન્સમાં 2 મેચ રમાઈ છે. આ બંને મેચમાં ફાસ્ટ બોલર્સને મદદ મળી છે. આ બંને મેચ લો સ્કોરિંગ રહી હતી. આ મેદાનમાં અત્યાર સુધી કુલ 37 મેચ રમવામાં આવી છે. જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમની 21 મેચમાં અને પ્રથમ બોલિંગ કરનારી ટીમની 15 મેચમાં જીત થઈ છે. આ પિચ પર પ્રથમ ઈનિંગનો સરેરાસ સ્કોર 240 રન અને બીજી ઈનિંગનો સરેરાસ સ્કોર 201 રન છે.
બંને દેશની પ્લેઈંગ ઈલેવન
ભારત- રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ(વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાઝ
સાઉથ આફ્રિકા- ટેમ્બા બાવુમા(કેપ્ટન), ક્વિંટન ડિ કોક,રાસી વેન ડેર ડુસેન, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જાનસેન, કેશવ મહારાજ, તરબેઝ શમ્સી, કગિસો રબાડા, લુંગી એનગિડી













