• ભારતીય ટીમ સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમશે મેચ
  • ત્રણેય ફોર્મેટની સીરિઝનું કરાયું આયોજન
  • 10 ડિસેમ્બરથી શરૂ થશે મેચ

ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચની T20 સીરિઝ બાદ ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકાના લાંબા પ્રવાસ પર જશે. ટીમ ઈન્ડિયાને આફ્રિકામાં 3 T-20, 3 વનડે અને 2 ટેસ્ટ મેચની સીરિઝ રમવાની છે. ભારતનો આફ્રિકા પ્રવાસ 10 ડિસેમ્બરથી શરૂ થશે.

3 મેચની T20 સીરિઝ સાથે થશે શરૂઆત

ભારતના સાઉથ આફ્રિકા પ્રવાસની વાત કરવામાં આવે તો, આની શરૂઆત 3 મેચની T20 સીરિઝ સાથે થશે. જે બાદ 3 વનડે મેચ રમવામાં આવશે અને અંતમાં 2 મેચની ટેસ્ટ સીરિઝ રમવામાં આવશે. T20 સીરિઝની પ્રથમ મેચ 10 ડિસેમ્બરે રમવામાં આવશે.

પ્રથમ T20 10 ડિસેમ્બરે ડરબનમાં રમાશે

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ T20 10 ડિસેમ્બરે ડરબનમાં રમવામાં આવશે. જે બાદ બીજી T20 મેચ 12 ડિસેમ્બરે સેંટ જોર્જ પાર્ક અને ત્રીજી T20 મેચ 14 ડિસેમ્બરે જોહાન્સબર્ગમાં રમવામાં આવશે. જે બાદ 17 ડિસેમ્બરથી વનડે સીરિઝ શરૂ થશે. પ્રથમ વનડે જોહાન્સબર્ગમાં રમવામાં આવશે. બીજી વનડે મેચ 19 ડિસેમ્બરે સેંટ જોર્જ પાર્ક અને ત્રીજી વનડે મેચ 21 ડિસેમ્બરે પાર્લમાં રમવામાં આવશે. જે બાદ 26 ડિસેમ્બરે પ્રતમ બોક્સિંગ ડે ટેસ્ટ સેંચુરિયનમાં રમવામાં આવશે. સાથે બીજી ટેસ્ટની શરૂઆત 3 જાન્યુઆરીથી થશે.

ભારતના સાઉથ આફ્રિકા પ્રવાસનું શિડ્યૂલ

મેચતારીખ
પ્રથમ T20 10 ડિસેમ્બર
બીજી T20 12 ડિસેમ્બર
ત્રીજી T20 14 ડિસેમ્બર
પ્રથમ વનડે 17 ડિસેમ્બર
બીજી વનડે 
19 ડિસેમ્બર
ત્રીજી વનડે 21 ડિસેમ્બર
પ્રથમ ટેસ્ટ 26થી 30 ડિસેમ્બર
બીજી ટેસ્ટ 3થી 7 જાન્યુઆરી

વનડે સીરિઝ માટે ભારતીય સ્ક્વોડ

ઋતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકૂ સિંહ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ(કેપ્ટન અને વિકેટકીપર), સંજૂ સેમસન(વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, આવેશ ખાન, અર્શદીપ સિંહ, દીપક ચહર

T20 સીરિઝ માટે ભારતીય સ્ક્વોડ

યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ(કેપ્ટન), રિંકૂ સિંહ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન(વિકેટકીપર), જિતેશ શર્મા(વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાઝ, મુકેશ કુમાર અને દીપક ચહર

ટેસ્ટ માટે ભારતીય સ્ક્વોડ

રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન(વિકેટકીપર), કેએલ રાહુલ(વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાઝ, મુકેશ કુમાર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા

  • Follow us on: