• ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમવામાં આવશે 2 ટેસ્ટ મેચની સીરિઝ
  • સાઉથ આફ્રિકામાં બંને ટીમ આવશે આમને-સામને
  • ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમની ટુંક સમયમાં થઈ શકે જાહેરાત

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ, વનડે અને T-20 મેચની સીરિઝ રમવામાં આવશે. આ માટે ટીમ ઈન્ડિયા ડિસેમ્બરમાં સાઉથ આફ્રિકા જશે. હાર્દિક પંડ્યા ઈજાના કારણે ટીમથી બહાર છે. હાર્દિકની ગેરહાજરીમાં કેએલ રાહુલને T-20 મેચમાં કેપ્ટન બનાવવામાં આવી શકે છે. રાહુલને લઈ એક પ્રોમો પણ બનાવવામાં આવ્યો છે. રોહિત શર્માને વનડે અને ટેસ્ટની જવાબદારી આપવામાં આવી શકે છે. રોહિતને ઓસ્ટ્રેલિયા સીરિઝમાંથી બ્રેક આપવામાં આવ્યો છે.

વિરાટે વનડે અને T-20 રમવા ઈન્કાર કર્યો

BCCI ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી સીરિઝ માટે ટુંક સમયમાં ટીમની જાહેરાત કરશે. ભારતીય ટીમમાં અનેક મોટા ફેરફાર જોવા મળી શકે છે. જો મીડિયા રિપોર્ટનું માનવામાં આવે તો, વિરાટ કોહલીએ વનડે અને T-20 સીરિઝમાં રમવાનો ઈન્કાર કર્યો છે. સાથે પંડ્યા ઈજાના કારણે ટીમથી બહાર છે.

રોહિત અને વિરાટ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમતા નથી

રોહિત અને વિરાટ ભારત-ઓસ્ટ્રેલિયા સીરિઝનો ભાગ નથી. રિપોર્ટ્સ અનુસાર BCCIની સચિન, જય શાહ અને ચીફ સિલેક્ટર અજીત અગરકર સાથે મુલાકાત થશે. આ બેઠક દિલ્હીમાં થઈ શકે છે. જેમાં ટીમ ઈન્ડિયાને લઈ ચર્ચા કરવામાં આવશે. આગામી વર્ષે T-20 વર્લ્ડકપનું આયોજન કરવામાં આવશે. આ બેઠકમાં આ વર્લ્ડકપ અંગે પણ ચર્ચા કરવામાં આવી શકે છે.

ટીમના બોલિંગ વિભાગમાં પણ થઈ શકે ફેરફાર

કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરની ટેસ્ટ ટીમમાં વાપસી થઈ શકે છે. ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેને જગ્યા મળવાની સંભાવના ઓછી છે. ટીમ ઈન્ડિયા બોલિંગ વિભાગમાં પણ અનેક ફેરફાર કરી શકે છે. જસપ્રીત બુમરાહ ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવી શકે છે. આ સાથે મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાઝને પણ જગ્યા મળી શકે છે. રવિન્દ્ર જાડેજાને ઓલરાઉન્ડર તરીકે પ્રાથમિકતા મળી શકે છે.

  • Follow us on: