• ભારતે પ્રથમ વન ડે જીતી હતી
  • દક્ષિણ આફ્રિકા સામેની બીજી વન ડે માં ભારતની હાર
  • દક્ષિણ આફ્રિકાએ મેચ જીતી સીરીઝમાં 1-1થી બરાબરી કરી

આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી વન ડે રમાઇ રહી હતી. આ મેચ દક્ષિણ આફ્રિકાના ગકેબેરહાના સેન્ટ જ્યોર્ક પાર્ક સ્ટેડિયમમાં રમાઇ હતી. ભારતીય ટીમે પ્રથમ વનડેમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં લીડ મેળવી હતી. ટોની ડી જોર્ઝીની તોફાની બેટીંગે દક્ષિણ આફ્રિકાને અપાવી જીત છે. આ સાથે દક્ષિણ આફ્રિકાએ 8 વિકેટે જીત મેળવી છે. આ સાથે દ.આફ્રિકાએ સીરીઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે.

દક્ષિણ આફ્રિકાની ઇનિંગ

ભારતીય બોલરો દક્ષિણ આફ્રિકાને રોકવામાં સફળ રહ્યાં ન હતા. પ્રથમ બેટીંગ કરતા ભારતે 46.2 ઓવરમાં 211 રન બનાવી ઓલ આઉટ થઇ ગયું હતુ. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકા આ લક્ષ્ય 42 ઓવરમાં મેળવી લીધુ હતુ. બેટીંગની વાત કરીયે તો રીઝા હેન્ડ્રીક્સે 81 બોલમાં 7 ફોરની મદદથી 52 રન બનાવ્યા હતા. બીજા ઓપનર જોર્ઝીએ 122 બોલમાં 9 ફોર અને 6 સિક્સ સાથે 119 રન બનાવ્યા હતા. જ્યારે વાન દર દૂસેં 51 બોલમાં 36 રન બનાવી આઉટ થયો હતો. 

વાન દર દૂસેંને રિંકુ સિંહના બોલ પર કેચ આઉટ થયો હતો. વાન દર દૂસેં 51 બોલમાં 36 રન બનાવ્યા હતા. હવે જોર્ઝીને સાથ આપવા કેપ્ટન એડન માર્કરમ આવ્યા છે.

દક્ષિણ આફ્રિકાના ઓપનર ટોની ડી જોર્ઝીએ 110 બોલમાં 9 ફોર અને 4 સિક્સની મદદથી 102 રન બનાવ્યા છે. આ સાથે દક્ષિણ આફ્રિકા જીતવાથી માત્ર 26 રન દુર છે. આ સાથે  વાન દર દૂસેં 32 બોલમાં 28 રન સાથે રમી રહ્યાં છે.

157/1 (30 ઓવર) - ટોની ડી જોર્ઝી દક્ષિણ આફ્રિકા માટે મહત્વની ઇનિંગ રમી છે. જોર્ઝીએ 92 બોલમાં 88 રન બનાવ્યા છે. આ સાથે રસી વાન દર દૂસેં 8 બોલમાં 14 રન બનાવીને રમી રહ્યાં છે. 

લાંબા ઇંતજાર બાદ ભારતીય બોલરો દક્ષિણ આફ્રિકાની 1 વિકેટ લેવામાં સફળ રહ્યાં છે. અર્શદીપ સિંહે રીઝા હેન્ડ્રીક્સને મુકેશ કુમારના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. હેન્ડ્રીક્સે 81 બોલમાં 7 ફોરની મદદથી 52 રન બનાવ્યા હતા. 

દક્ષિણ આફ્રિકા માટે જોર્ઝી બાદ રીઝા હેન્ડ્રીક્સે ફીફ્ટી મારી છે. 73 બોલમાં 7 ફોરની મદદથી 52 રન બનાવી પોતાની ફીફ્ટી પુરી કરી છે. આ સાથે દક્ષિણ આફ્રિકા જીતની વધુ નજીક પહોંચી ગયું છે. ભારતીય બોલર એક પણ વિકેટ લેવામાં સફળ થયા નથી.

88/0 (20 ઓવર) – દક્ષિણ આફ્રિકાના ઓપનર ટોની ડી જોર્ઝી (55) અને રીઝા હેન્ડ્રીક્સે (31) સારી શરૂઆત કરી છે. ભારતીય બોલર વિકેટની શોધ કરી રહ્યાં છે. આ સાથે દક્ષિણ આફ્રિકા જીત તરફ આગળ વધી રહ્યું છે. ભારતે મેચ પર કાબૂ મેળવવા માટે ઓપનિંગ જોડીને આઉટ કરવી પડશે.

ટોની ડી જોર્ઝીએ 55 બોલમાં 6 ફોર અને 1 સિક્સની મદદથી 50 રન બનાવ્યા. તથા રીઝા હેન્ડ્રીક્સે 53 બોલમાં 2 ફોરની મદદથી 25 રન બનાવ્યા હતા.

39/0 (10 ઓવર) – 212 રનના લક્ષ્યનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાએ સારી શરૂઆત કરી છે. ટોની ડી જોર્ઝીએ 30 બોલમાં 25 રન અને રીઝા હેન્ડ્રીક્સે 30 બોલમાં 12 રન બનાવ્યા છે. આ સાથે ભારતીય બોલર અર્શદીપ સિંહે 5 ઓવરમાં 14 રન આપ્યા છે. આ સાથે મુકેશ કુમારે 4 ઓવરમાં 18 રન આપ્યા છે. આવેશ ખાને 1 ઓવર નાખી 7 રન આપ્યા છે.

ટોસ જીતીને બોલિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે ભારતને 211 રને ઓલ આઉટ કર્યું હતુ. હવે SA આ લક્ષ્યનો પીછો કરવા ઉતર્યું છે. ટોની ડી જોર્ઝી અને રીઝા હેન્ડ્રીક્સ ઇનિંગની શરૂઆત કરવા ક્રિઝ પર આવ્યા છે. ભારત તરફથી મુકેશ કુમાર પ્રથમ ઓવર નાખશે.

ભારતની ઇનિંગ

211/10 (46.2  ઓવર) - પ્રથમ બેટીંગ કરતા ભારત 211 રન બનાવી ઓલ આઉટ થયુ. ભારતના યુવા બેટ્સમેન સાઇ સુદર્શને 83 બોલમાં 7 ફોર અને 1 સિક્સની મદદથી 62 રન બનાવ્યા હતા. તથા કેએલ રાહુલે 64 બોલમાં 7 ફોરની મદદથી 56 રન બનાવ્યા હતા. આ સાથે ભારતનો કોઇ પ્લેયર 20નો આંકડો પાર કરી શક્યો ન હતો. દક્ષિણ આફ્રિકાની વાત કરીયે તો નાન્દ્રે બર્ગરે 10 ઓવરમાં30 રન આપી 3 વિકેટ લીધી હતી. આ ઉપરાંત લિઝાર્ડ વિલિયમ્સ અને કેશવ મહારાજે 2-2 વિકેટ ઝડપી હતી. બ્યુરાન હેન્ડ્રીક્સ અને એડન માર્કરમે 1-1 સફળતા હાંસલ કરી હતી. 

ભારતને 9મો ઝટકો લાગ્યો છે. અર્શદીપ સિંહ 17 બોલમાં 1 સિક્સ અને 1 ફોરની મદદથી 18 રન બનાવી આઉટ થયો હતો. હવે ભારતની છેલ્લી વિકેટ બચી છે. ક્રિઝ પર આવેશ ખાન અને મુકેશ કુમાર છે. 

ભારતને અક્ષર પટેલના નામે 8મો ઝટકો લાગ્યો છે. અક્ષર પટેલ 23 બોલમાં 7 રન બનાવી આઉટ થયો છે. હવે ભારત ઓલ આઉટ થવામાં માત્ર 2 વિકેટ દુર છે. આવેશ ખાન અને અર્શદીપ ક્રિઝ પર છે. 

177/7 (40 ઓવર) – ભારતીય ટીમ ટોસ હારી પ્રથમ બેટીંગ કરવા ઉતરી હતી. 40 ઓવરના અંતે ભારતે 7 વિકેટ ગુમાવી 176 રન બનાવ્યા હતા. હવે અક્ષર પટેલ અને અર્શદીપ સિંહ બેટીંગ કરી રહ્યાં છે. 

રિંકુ સિહે કેશવ મહારાજના બોલ પર આગળ વધીને મારવાની કોશિશ કરી. બોલ મિસ કરતા વિકેટ કીપર હેનરિક ક્લાસેને સ્ટમ્પ આઉટ કર્યો હતો. રિંકુએ 14 બોલમાં 1 સિક્સ અને 2 ફોરની મદદથી 17 રન બનાવ્યા હતા. કુલદીપ યાદવ હવે અક્ષર પટેલનો સાથ આપવા આવ્યા છે. ભારતની સ્થિતિ ખરાબ દેખાઇ રહી છે. નાન્દ્રે બર્ગરે સૌથી વધુ 3 વિકેટ ઝડપી છે.

ભારતે પાંચમી વિકેટ ગુમાવી છે. રાહુલે 64 બોલમાં 7 ફોરની મદદથી 56 રન બનાવ્યા હતા. નાન્દ્રે બર્ગરે રાહુલને મિલરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ સાથે રિંકુ સિંહ 17 રન પર રમી રહ્યો છે અને તેને સાથ આપવા અક્ષર પટેલ મેદાનમાં આવ્યો છે. 

કેએલ રાહુલે 61 બોલમાં 6 ફોરની મદદથી 52 રન બનાવ્યા છે. રિંકુ સિંહ પણ રાહુલને સાથ આપી રહ્યો છે. બ્યુરાન હેન્ડ્રીક્સે ભારતની ચોથી વિકેટ ખેરવી છે. સંજુ સેમસન 23 બોલમાં 12 રન બનાવી પેવેલિયન પરત ફર્યો છે. આ સાથે રિંકુ સિંહ બેટીંગ કરવા ઉતર્યો છે. રિંકુ સિંહ પોતાની પ્રથમ વન ડે મેચમાં બેટીંગ કરી રહ્યાં છે.

131/3 (30 ઓવર) - કેપ્ટન કેએલ રાહુલ તથા સંજુ સેમસન ભારતની ઇનિંગ આગળ વધારી રહ્યાં છે. કેએલ રાહુલે 50 બોલમાં 5 ફોરની મદદથી 39 રન તથા સંજુ સેમસને 15 બોલમાં 1 ફોરની મદદથી 10 રન બનાવ્યા છે. ભારતને ત્રીજો ઝટકો લાગ્યો છે. સાઇ સુદર્શન 83 બોલમાં 62 રન બનાવીને આઉટ થયો છે. લિઝાર્ડ વિલિયમ્સના બોલ પર સુદર્શને વિકેટ કીપર હેનરિક ક્લાસેનના હાથમાં કેચ આપી દીધો હતો. 

84/2 (20 ઓવર) – સાઇ સુદર્શને 65 બોલમાં 50 રન બનાવી પોતાના ODI કરિયરનું બીજુ અર્ધ શતક પુરૂ કર્યું છે. તેમને સાથ આપવા કેપ્ટન કેએલ રાહુલ 23 બોલમાં 15 રન બનાવી બેટીંગ કરી રહ્યાં છે. દક્ષિણ આફ્રિકાના બોલરોએ દબાવ બનાવવામાં સફળ રહ્યાં હતા. નાન્દ્રે બર્ગરને 2 સફળતા મળી જ્યારે લિઝાર્ડ વિલિયમ્સ અને બ્યુરાન હેન્ડ્રીક્સે 1-1 મેડન ઓવર નાખી હતી. 

ભારતને તિલક વર્માના રૂપમાં બીજો ઝટકો લાગ્યો છે. તિલક વર્માએ નાન્દ્રે બર્ગરના બોલમાં મોટો હીટ મારવાની કોશિશ કરી હતી. તેમણે બ્યુરાન હેન્ડ્રીક્સના હાથમાં પોતાનો કેચ આપી વિકેટ ગુમાવી દીધી હતી. વર્મા 30 બોલમાં 10 રન બનાવી આઉટ થયો હતો. 

46/1 (10 ઓવર) - ભારતે ઋતુરાજ ગાયકવાડના નામે 1 વિકેટ ગુમાવી છે. ગાયકવાડે 2 બોલમાં એક ફોર સાથે 4 રન બનાવી આઉટ થયો હતો. આ સાથે સાઇ સુદર્શન અને તિલક વર્માએ ભારતની બાજી સંભાળી હતી. તિલક વર્માએ 29 બોલમાં 10 રન તથા સાઇ સુદર્શને 29 બોલમાં 29 રન બનાવ્યા હતા. આ સાથે દક્ષિણ આફ્રિકાના બોલર નાંદ્રે બર્ગરે 4 ઓવરમાં 16 રન આપી 1 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત લિઝાર્ડ વિલિયમ્સે 4 ઓવરમાં 17 રન આપ્યા હતા તથા એક મેડન ઓવર નાખી હતી. બ્યુરાન હેન્ડ્રીક્સે 2 ઓવરમાં 13 રન આપ્યા હતા. 

ભારતને પ્રથમ ઝટકો લાગ્યો છે. ઋતુરાજ ગાયકવાડ બીજા બોલે જ LBW આઉટ થયો છે. નાન્દ્રે બર્ગરને પ્રથમ બોલમાં ફોર ફટકાર્યા બાદ બીજા બોલે જ ગાયકવાડ આઉટ થયો હતો. પ્રથમ ઇનિંગની શરૂઆત થઇ ગઇ છે. ઋતુરાજ ગાયકવાડ અને સાઇ સુદર્શન બેટીંગ કરવા ક્રિઝ પર આવી ચુક્યા છે. જ્યારે દક્ષિણ આફ્રિકાના નાન્દ્રે બર્ગર બોલ સાથે ઇનિંગની શરૂઆત કરી.

રિંકુ સિંહે વન ડે ઇન્ટરનેશનલમાં કર્યું ડેબ્યૂ

રિંકુ સિંહ ભારતીય ટીમ માટે વનડેમાં ડેબ્યૂ કરી રહ્યો છે. શ્રેયસ અય્યરને ટેસ્ટ સિરીઝની તૈયારી માટે ડ્રોપ કરવામાં આવ્યો છે. કુલદીપ યાદવે ભારતીય ટીમની કેપ રિંકુ સિંહને આપી છે. આ મેચમાં રિંકુનું પ્રદર્શન જોવાનું રહેશે.

દક્ષિણ આફ્રિકાએ ટોસ જીત્યો

આજે ભારત સામેની બીજી વન ડેમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે ભારતીય ટીમ પ્રથમ બેટીંગ કરી મોટું ટાર્ગેટ સેટ કરવાનો પ્રયાસ કરશે. ભારતીય ટીમ બદલાવ સાથે મેદાનમાં ઉતરી છે. પાછલી વન ડેમાં ફિફ્ટી ફટકારનાર શ્રેયસ ઐયરની જગ્યાએ રિંકુ સિંહને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમમાં તબરેઝ શમ્શી અને એન્ડી ફેહલુકવાયોની જગ્યાએ બ્યુરાન હેન્ડ્રીક્સ અને લિઝાર્ડ વિલિયમ્સને સ્થાન આપવામાં આવ્યું છે

બન્ને દેશોની પ્લેઇંગ ઇલેવન

ભારત: કેએલ રાહુલ (C/WC), રૂતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, તિલક વર્મા, સંજુ સેમસન, રિંકુ સિંહ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, અવેશ ખાન, કુલદીપ યાદવ, મુકેશ કુમાર

દક્ષિણ આફ્રિકા: ટોની ડી જોર્ઝી, રીઝા હેન્ડ્રીક્સ, રાસી વેન ડેર ડ્યુસેન, એડન માર્કરામ (C), હેનરિક ક્લાસેન (WC), ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, કેશવ મહારાજ, નાન્દ્રે બર્ગર, લિઝાર્ડ વિલિયમ્સ, બ્યુરાન હેન્ડ્રીક્સ

પિચ રિપોર્ટ

સેન્ટ જ્યોર્જ પાર્ક, ગકેબેરહાની પીચ હંમેશા બોલરો માટે મદદરૂપ રહી છે. આ મેદાન પર બેટિંગ આસાન રહી નથી. બેટ્સમેનો રન બનાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળે છે. તે જ સમયે, આ પીચ સ્પિનરો માટે પણ સારી છે.

હેડ ટુ હેડ આંકડા

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આ મેદાન પર કુલ 42 ODI મેચ રમાઈ છે, જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે 20 મેચ જીતી હતી, જ્યારે પછી બેટિંગ કરનાર ટીમે 21 મેચ જીતી હતી. આ મેદાન પર પ્રથમ ઇનિંગનો સરેરાશ સ્કોર 233 હતો. સેન્ટ જ્યોર્જ પાર્ક ખાતે પાકિસ્તાન વિ દક્ષિણ આફ્રિકા મેચમાં સર્વોચ્ચ સ્કોર (355 રન) બન્યો હતો. ગકેબેરહાના સેન્ટ જ્યોર્જ પાર્ક સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ સારો રહ્યો નથી. ભારતે આ મેદાન પર કુલ 6 ODI મેચ રમી છે, જેમાં ટીમ ઈન્ડિયાએ માત્ર એક જ મેચ જીતી છે અને પાંચ મેચ હારી છે.

ભારતે દક્ષિણ આફ્રિકા સામે આ મેદાન પર 5માંથી માત્ર એક જ મેચ જીતી છે. આવી સ્થિતિમાં દક્ષિણ આફ્રિકાનુ પલડું ભારે છે. દક્ષિણ આફ્રિકાએ છેલ્લે 2019માં આ મેદાન પર શ્રીલંકા સામે મેચ રમી હતી, જેમાં તેણે 6 વિકેટે જીત મેળવી હતી.

  • Follow us on: