- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ
- કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં બંને વચ્ચે મેચ
- રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી
વર્લ્ડકપ 2023માં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ શરૂ થઈ છે. કોલકાતાના ઐતિહાસિક મેદાન 'ઈડન ગાર્ડન્સ'માં બંને ટીમ આમને-સામને છે. અહીં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જ્યારે સાઉથ આફ્રિકા વધારાના સ્પિનર સાથે મેદાનમાં ઉતરી છે.
ટોસ બાદ રોહિત શર્માએ શું કહ્યું?
રોહિત શર્માએ ટોસ જીત્યા બાદ કહ્યું કે, 'આ સારી પિચ છે. મને આ મેદાન પર મેચ રમવી પસંદ છે. આખી ભારતીય ટીમ આ ઐતિહાસિક મેદાન પર રમવાનું પસંદ કરે છે. અમે અમારા પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. આજની મેચ સારી રહેશે. કારણ કે, આ મેચ પોઈન્ટ ટેબલની ટોચની બે ટીમો વચ્ચેની મેચ છે.
ટોસ બાદ ટેમ્બા બાવુમાએ શું કહ્યું?
સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ કહ્યું કે, 'અમે પણ અહીં પ્રથમ બેટિંગ કરવા માંગતા હતા, પરંતુ હવે બોલિંગ કરવી પડશે. આ એક સારો પડકાર હશે. અમારે એક વિભાગમાં સુધારો કરવો પડશે. આજે અમારી ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. કોએત્ઝીની જગ્યાએ તબરેઝ શમ્સીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે.
બંને દેશની પ્લેઈંગ ઈલેવન
ભારત- રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ(વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાઝ
સાઉથ આફ્રિકા- ટેમ્બા બાવુમા(કેપ્ટન), ક્વિંટન ડિ કોક,રાસી વેન ડેર ડુસેન, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જાનસેન, કેશવ મહારાજ, તરબેઝ શમ્સી, કગિસો રબાડા, લુંગી એનગિડી