- તાવ આવવાના કારણે ગાયકવાડ ટીમમાંથી થયો બહાર
- ઋતુરાજના બદલે આજે રજત પાટીદાર કરી શકે છે ઓપનિંગ
- રિંકુ સિંહ અને સાઈ સુદર્શન ઓપનિંગમાં તો સેમસન મિડલ ઓર્ડરમાં રમશે
2023 વર્લ્ડ કપ ફાઇનલમાં હાર બાદ ટીમ ઇન્ડિયા આજથી નવી શરૂઆત કરશે. વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમ પહેલીવાર વનડે રમતા જોવા મળશે. વાસ્તવમાં, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી ત્રણ મેચની વનડે શ્રેણી શરૂ થશે. પ્રથમ મેચ જોહાનિસબર્ગમાં ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે રમાશે. જાણો પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.
ઋતુરાજ ગાયકવાડ નહીં રમે પ્રથમ વનડે?
ક્રિકબઝના અહેવાલ મુજબ ઓપનિંગ બેટ્સમેન રૂતુરાજ ગાયકવાડ પ્રથમ વનડે નહીં રમે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગાયકવાડને તાવ આવ્યો છે અને તેના કારણે તે પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં હોય. આવી સ્થિતિમાં ગાયકવાડના સ્થાને રજત પાટીદાર ઇનિંગની શરૂઆત કરી શકે છે.
પ્રથમ વનડેમાં ત્રણ ખેલાડીઓ ડેબ્યૂ કરશે?
દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વનડેમાં ત્રણ ભારતીય ખેલાડીઓ ડેબ્યૂ કરી શકે છે. જેમાં સ્ટાર ફિનિશર રિંકુ સિંહ અને ઓપનર સાંઈ સુદર્શન અને રજત પાટીદારનો સમાવેશ થાય છે. આ ત્રણેય ખેલાડીઓ પ્રથમ વનડેમાં ડેબ્યૂ કરી શકે છે.

સંજુ સેમસન મિડલ ઓર્ડરમાં રમશે
પ્રથમ વનડે પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન કેએલ રાહુલે સ્પષ્ટ કર્યું છે કે તે વિકેટકીપિંગ કરતો જોવા મળશે. તેણે એ પણ સંકેત આપ્યો કે સંજુ સેમસન મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતો જોવા મળશે. આવી સ્થિતિમાં રાહુલ ચોથા નંબર પર અને સેમસન પાંચમા નંબર પર રમતા જોવા મળી શકે છે.
આવી હોઈ શકે છે પ્લેઈંગ ઈલેવન
પ્રથમ વનડેમાં સાઈ સુદર્શન અને રજત પાટીદાર ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. આ પછી શ્રેયસ અય્યર ત્રીજા નંબરે અને કેપ્ટન કેએલ રાહુલ ચોથા નંબર પર રમશે તે નિશ્ચિત છે. આ પછી સંજુ સેમસન અને રિંકુ સિંહ જોવા મળી શકે છે. બોલિંગની વાત કરીએ તો અક્ષર પટેલ અને કુલદીપ યાદવના રૂપમાં બે સ્પિનરો હશે. મુકેશ કુમાર, અવેશ ખાન અને અર્શદીપ સિંહના રૂપમાં ત્રણ ઝડપી બોલર પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે.
પ્રથમ વનડેમાં ભારતની સંભવિત પ્લેઈંગ-11
સાઈ સુદર્શન, રજત પાટીદાર, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), સંજુ સેમસન, રિંકુ સિંહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, અવેશ ખાન અને અર્શદીપ સિંહ.