- પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્ટાર બોલર શોએબ અખ્તરે ટી20 વર્લ્ડકપની ફાઈનલને કરી ભવિષ્યવાણી
- શોએબ અખ્તરે ભારતની જીતની ભવિષ્યવાણી કરી છે
- અખ્તરે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે
ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. આ મેચ બાર્બાડોસમાં યોજાવા જઈ રહી છે. દુનિયાભરના ફેન્સની નજર આ શાનદાર મેચ પર ટકેલી છે. ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા બંને આ વર્લ્ડકપમાં સતત મેચ જીતીને ફાઈનલમાં પહોંચી છે. આવી પરિસ્થિતિમાં બંને ટીમો ઉપર છે, પરંતુ ભારતને જીતનો મોટો દાવેદાર માનવામાં આવે છે. ભારત-દક્ષિણ આફ્રિકા મેચને લઈને ઘણા દિગ્ગજોએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. પૂર્વ પાકિસ્તાની બોલર શોએબ અખ્તર જે રાવલીપંડી એક્સપ્રેસના નામથી પ્રખ્યાત છે તેને પણ આ મેચ માટે ભવિષ્યવાણી કરી છે. તેને ભારતની જીતની સંભાવના વ્યક્ત કરી છે.
મારું દિલ કહે છે...
શોએબ અખ્તરે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે કહી રહ્યો છે કે મારું દિલ પણ કહે છે કે દક્ષિણ આફ્રિકા જીતવું જોઈએ. તે આટલા લાંબા સમય બાદ ફાઈનલમાં આવી છે. આટલા વર્ષોમાં તે ક્યારેય ફાઈનલ રમી નથી. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે દક્ષિણ આફ્રિકા આ ફાઈનલ જીતે.
ભારત વર્લ્ડ કપ જીતી રહ્યું છે
અખ્તરે આગળ કહ્યું- જુઓ, દક્ષિણ આફ્રિકાને ફાઈનલમાં જીતવા માટે ઘણી મોટી ટીમ સાથે સ્પર્ધા કરવી પડશે. તેનું નામ છે- હિન્દુસ્તાન. જો તમે મને પૂછો, તો હું ઈચ્છું છું કે ભારત 2007 પછી ટી20 વર્લ્ડકપની ફાઈનલ ક્યારેય જીતી નથી. તેઓએ પણ લાંબા સમયથી રાહ જોઈ છે, તેથી મને લાગે છે કે ભારત તેને લાયક છે. શોએબ અખ્તરે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું- દક્ષિણ આફ્રિકા સાથે સહાનુભૂતિ, પરંતુ ભારત વર્લ્ડ કપ જીતી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો ટી20 ઈન્ટરનેશનલમાં 26 વખત સામસામે આવી ચૂકી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ 14 વખત જીત મેળવી છે. ભારતીય ટીમ જીતની મોટી દાવેદાર છે.