• દક્ષિણ આફ્રિકાને હરાવી T20I વર્લ્ડકપમાં ભારત બન્યું ચેમ્પિયન
  • સૂર્યકુમાર યાદવે શાનદાર રીતે મુશ્કેલ કેચ લઈને મેચની દીશા બદલી
  • ભારતે 13 વર્ષ બાદ ICC વર્લ્ડ કપ જીત્યો છે

સૂર્યકુમારના કેચથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ફાઈનલ મેચનો માહોલ બદલાઈ ગયો હતો. હાર્દિક પંડ્યાની છેલ્લી ઓવરમાં સૂર્યકુમાર યાદવે શાનદાર રીતે મુશ્કેલ કેચ લઈને મેચનો માર્ગ બદલી નાખ્યો હતો. સૂર્યકુમારના આ કેચથી ભારત વર્લ્ડ કપનું ચેમ્પિયન બન્યું હતું. ભારતે 13 વર્ષ બાદ ICC વર્લ્ડ કપ જીત્યો છે.

સૂર્યાના કેચથી મેચની દીશા બદલાઇ

દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ફાઈનલ મેચમાં સૂર્યકુમાર યાદવનું બેટ કામ નહોતું કર્યું. રોહિત શર્મા અને રિષભ પંતના આઉટ થયા બાદ સૂર્યકુમાર યાદવ ચોથા નંબર પર બેટિંગ કરવા મેદાનમાં આવ્યો હતો, પરંતુ તેણે માત્ર 3 રન બનાવ્યા હતા અને કાગીસો રબાડા સામે મોટો શોટ મારવાના પ્રયાસમાં કેચ થઈ ગયો હતો. આ પછી ટીમ થોડી મુશ્કેલીમાં આવી ગઈ. જોકે મિડલ ઓર્ડરના બેટ્સમેનોએ શાનદાર સ્કોર બનાવ્યો હતો.


છેલ્લી ઓવરમાં જીતવા માટે 16 રનની જરૂર હતી

લક્ષ્યનો પીછો કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમને સૂર્યકુમાર યાદવે મોટો ઝટકો આપ્યો હતો. સૂર્યકુમાર યાદવના એક કેચથી આખી મેચ બદલાઈ ગઈ. સૂર્યકુમાર યાદવે બાઉન્ડ્રી પર મિલાનનો મુશ્કેલ કેચ લીધો અને ભારતને જીતની એક ડગલું નજીક લઈ ગયું. આ પછી હાર્દિક પંડ્યાએ આખું કામ કર્યું. હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવરમાં શાનદાર બોલિંગ કરી હતી અને દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોને 16 રન બનાવવા દીધા ન હતા.

  • Follow us on: