- T20 વર્લ્ડકપ 2024ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સાથે ભારતની ટક્કર
- રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડકપની ફાઈનલ રમશે
- ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ રોહિતને લઇ મોટું નિવેદન આપ્યું
ભારતીય ક્રિકેટ ટીમે અજેય રહીને T20 વર્લ્ડકપ 2024ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ ટાઈટલ મેચમાં ટીમનો સામનો દક્ષિણ આફ્રિકા સાથે થશે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા 7 મહિનામાં બીજી વખત વર્લ્ડકપની ફાઈનલ રમી રહી છે. નવેમ્બર-2023માં ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ જીતી શકી ન હતી. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે જો ટીમ ઈન્ડિયા આ વખતે ફાઈનલ નહીં જીતે તો કેપ્ટન રોહિત શર્મા સમુદ્રમાં કૂદી પડશે.
T20 વર્લ્ડકપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે. દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચ્યું છે. દક્ષિણ આફ્રિકા પણ આ તકનો સંપૂર્ણ લાભ ઉઠાવવા માંગે છે.
રોહિત બાર્બાડોસમાં જમ્પ કરશે
19 નવેમ્બરે જ્યારે ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ ત્યારે રોહિત શર્મા ખૂબ જ દુખી હતો. હવે તેમની પાસે આ ગેપ ભરવાની મોટી તક છે. દિગ્ગજ ખેલાડી ગાંગુલીએ કહ્યું, "મને નથી લાગતું કે તે 7 મહિનામાં બે વર્લ્ડકપ ફાઈનલ હારી શકે છે. જો તે 7 મહિનામાં સતત બે વર્લ્ડકપ ફાઈનલ હારી જશે તો તે બાર્બાડોસમાં સમુદ્રમાં કૂદી જશે."
ગાંગુલીએ કહ્યું, "રોહિતે શાનદાર રીતે ટીમનું નેતૃત્વ કર્યું છે. મને આશા છે કે આ ફાઈનલમાં પણ ચાલુ રહેશે. આશા છે કે ટીમ ઈન્ડિયા જીતશે અને તેણે સંપૂર્ણ સ્વતંત્રતા સાથે રમવું જોઈએ. તેઓ આ ટૂર્નામેન્ટની સર્વશ્રેષ્ઠ ટીમ રહી છે. હું તેને શુભેચ્છા પાઠવું છું."
ત્રીજી વખત ફાઇનલમાં ભારત
ભારતીય ટીમે ત્રીજી વખત T20 વર્લ્ડકપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ પહેલા ટીમ ઈન્ડિયા વર્ષ 2007માં વર્લ્ડકપની ફાઈનલ રમી હતી અને મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની હતી. આ પછી ભારત 2014માં ફરી ફાઈનલ રમ્યું હતું, પરંતુ આ વખતે તે શ્રીલંકા સામે હારી ગયું હતું. 10 વર્ષ બાદ ભારત ફરી ફાઇનલમાં પ્રવેશ્યું છે અને આ વખતે તેની જીતની આશા છે.