- દક્ષિણ આફ્રિકા પર કાળા વાદળો છવાયેલા
- મેચમાં વરસાદની માત્ર 2 થી 5 ટકા શક્યતા
- જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં બન્ને ટીમો આમને સામને આવશે
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની T20 શ્રેણી વરસાદને કારણે ડ્રો રહી હતી. ટી20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી. બાકીની બે મેચમાં પણ વરસાદનો પડછાયો છવાયેલો રહ્યો હતો. આવી સ્થિતિમાં, ક્રિકેટ ચાહકોના મનમાં એક પ્રશ્ન એ છે કે શું દક્ષિણ આફ્રિકાનું હવામાન વનડે શ્રેણીમાં પણ ખલેલ પહોંચાડશે? તો જવાબ કંઈક આવો છે.
1.30 વાગ્યે શરૂ થશે મેચ
આ દિવસોમાં દક્ષિણ આફ્રિકા પર કાળા વાદળો છવાયેલા છે પરંતુ સારી વાત એ છે કે તે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ વનડે મેચમાં કોઈ અડચણ ઉભી કરશે નહીં. વાસ્તવમાં, આ મેચ જોહાનિસબર્ગમાં સવારે 11 વાગ્યે (ભારતીય સમય મુજબ 1.30 વાગ્યે) શરૂ થશે. આ મેચ સાંજે 7 વાગ્યે સમાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન જોહાનિસબર્ગમાં વરસાદની શક્યતા ઘણી ઓછી છે.
વરસાદની શક્યતા નહીંવત
મેચમાં વરસાદની માત્ર 2 થી 5 ટકા શક્યતા છે. બને તો પણ અમુક સમય માટે જ થશે. બાકીના સમય દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે. મતલબ કે રવિવારે રમાનારી મેચની મજા બગડશે નહીં. મેચ દરમિયાન મહત્તમ તાપમાન 28 ડિગ્રી રહેવાની ધારણા છે. જ્યારે સાંજે 20 ડિગ્રી સુધી ઘટી શકે છે. દિવસ દરમિયાન રમાનારી મેચને કારણે મેચમાં ઝાકળની કોઈ ભૂમિકા રહેશે નહીં.
બેટ્સમેનોને મળશે મદદ
જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં બન્ને ટીમો આમને સામને આવશે. આ એક હાઇ સ્કોરિંગ ગ્રાઉન્ડ છે. અહીં ત્રણ વાર 400+ સ્કોર બની ચૂક્યો છે. આ ઉપરાંત 300 રનનો આંકડો ઘણીવાર પાર થઇ ચૂક્યો છે. આવામાં ભારત – દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચમાં રનોનો વરસાદ થઇ શકવાની ઘણી શક્યતા છે.
જોહાનિસબર્ગમાં ભારતનો રેકોર્ડ
ઉલ્લેખનિય છેકે જોહાનિસબર્ગમાં ભારતનો રેકોર્ડ ઘણો ખરાબ છે. અહીં ભારતીય ટીમ 8 મેચ રમી છે, જેમાંથી તેણે 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી બાજુ દક્ષિણ આફ્રિકાએ આ મેદાન પર 40 મેચ રમી છે જેમાંથી 30માં જીત હાંસલ કરી છે.