- વરસાદના કારણે દોવાઇ પ્રથમ ટી20 મેચ
- બીજી T20 મેચમાં ભારતની 5 વિકેટે હાર
- વાન્ડરર્સના મેદાનમાં બેટ્સમેનોને વધારે ફાયદો
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીની છેલ્લી મેચ 14 ડિસેમ્બર ગુરુવારે જોહાનિસબર્ગમાં રમાશે. બીજી T20 મેચમાં ભારતને યજમાન ટીમના હાથે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી ટી20 મેચમાં ભારતીય બોલરોનું પ્રદર્શન ખૂબ જ શરમજનક રહ્યું હતું. અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ જેવા બોલરોએ ઘણા રન આપ્યા હતા.
ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચેની ત્રણ મેચોની શ્રેણીની ત્રીજી T20 મેચ જોહાનિસબર્ગના ન્યૂ વાન્ડરર્સ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી T20 મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ અડધો કલાક વહેલો કરવામાં આવશે.
અહીં જોઇ શકશો લાઇવ મેચ
તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી T20 મેચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકો છો. ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચેની ત્રણ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney Plus Hotstar એપ પર જોઈ શકાય છે.
કેવી છે જોહાનિસબર્ગની પિચ?
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી T20 મેચ જોહાનિસબર્ગના ન્યૂ વાન્ડરર્સ મેદાન પર રમાશે. વાન્ડરર્સના મેદાનમાં બેટ્સમેનોને વધારે ફાયદો થાય છે. આ મેદાન પર ઘણા બધા ચોગ્ગા અને છગ્ગા છે અને સારા બાઉન્સને કારણે બોલ બેટ પર સરળતાથી આવી જાય છે. જોકે, શરૂઆતમાં પિચમાં ભેજને કારણે ઝડપી બોલરોને પણ મદદ મળે છે.
શું કહે છે આંકડા?
ન્યૂ વાન્ડરર્સના મેદાન પર અત્યાર સુધીમાં કુલ 26 ટી-20 મેચ રમાઈ છે. તેમાંથી 13 મેચો પ્રથમ બેટિંગ કરનારી ટીમે જીતી છે, જ્યારે એટલી જ મેચોમાં રનનો પીછો કરતી ટીમે જીત મેળવી છે. પ્રથમ દાવમાં સરેરાશ સ્કોર 171 હતો જ્યારે બીજી ઈનિંગમાં સરેરાશ સ્કોર 145 હતો. એટલે કે આ મેદાન પર પહેલા બેટિંગ કરવાનો નિર્ણય વધુ ફાયદાકારક સાબિત થયો છે.