• IPL 2024ની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે
  • ઘણી ટીમો હરાજીમાં આર્ય દેસાઈ પર લગાવી શકે છે બોલી
  • આર્ય દેસાઇ ડોમેસ્ટિક ક્રિકેટમાં ગુજરાત તરફથી રમે છે

ઈન્ડિયન પ્રીમિયર લીગના કારણે ઘણા ક્રિકેટરોના નસીબ ચમકયા છે. જો કેટલાક ક્રિકેટરો નેશનલ ટીમમાં જગ્યા બનાવી શકતા નથી તો તેઓ અહીં સારું પ્રદર્શન કરીને નામ કમાય છે. આ સાથે સારી કમાણી પણ કરે છે. IPL 2024 માટે દુબઈમાં હરાજી થશે. આ માટે ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે હરાજીમાં ઘણા અજાણ્યા ચહેરા ચમકી શકે છે. એવું જ એક નામ છે આર્ય દેસાઈ. આર્ય દેસાઇ ડોમેસ્ટિક ક્રિકેટમાં ગુજરાત તરફથી રમે છે.

ઘણા અનકેપ્ડ ખેલાડીઓ પર લગાવી શકે મોટો દાવ

ટીમો IPL ઓક્શન 2024માં ઘણા અનકેપ્ડ ખેલાડીઓ પર મોટો દાવ લગાવી શકે છે. આ યાદીમાં આર્ય દેસાઈનું નામ પણ સામેલ છે. આર્યાએ તેના વય જૂથમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. તે ડોમેસ્ટિક મેચોમાં ગુજરાત માટે રમે છે. આર્ય ગત સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ હતો. જોકે, તેને હજુ ડેબ્યૂ કરવાની તક મળી નથી. આર્ય આઈપીએલમાં સારો બેકઅપ બની શકે છે. તેણે ઘણી ટીમો માટે ટ્રાયલ પણ આપી છે.

આર્ય દેસાઈ પર લગાવી શકે છે દાવ

ટીમો હરાજીમાં આર્ય પર મોટો દાવ લગાવી શકે છે. આર્યને હરાજીના સેટ નંબર 16માં સામેલ કરવામાં આવ્યો છે. તે ઓલરાઉન્ડર ખેલાડી છે. બેટિંગની સાથે આર્ય સ્પિન બોલિંગ પણ કરે છે. આર્યની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા રાખવામાં આવી છે. કોલકાતાની નજર ફરી એકવાર આર્ય પર પડી શકે છે. તે ટીમ માટે બેકઅપ તરીકે રહી શકે છે.

આર્ય દેસાઈનું પ્રદર્શન

જો આપણે આર્ય દેસાઈના અત્યાર સુધીના ડોમેસ્ટિક ક્રિકેટના આંકડાઓ પર નજર કરીએ તો તે સારો રહ્યો છે. આર્યને સિનિયર ખેલાડીઓ સાથે વધુ રમવાની તક મળી નથી. તેણે ફર્સ્ટ ક્લાસ મેચોની 6 ઇનિંગ્સમાં 151 રન બનાવ્યા છે. આ દરમિયાન એક ફિફ્ટી પણ ફટકારી છે. આ સમયગાળા દરમિયાન તેણે બોલિંગમાં પણ હાથ અજમાવ્યો હતો. જોકે વિકેટ મળી ન હતી. આર્યએ 2 લિસ્ટ A મેચ રમી છે. તેણે 8 T20 મેચ રમી છે, જેમાં 173 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 62 રન રહ્યો છે.


  • Follow us on: