• આજે ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ T20 મેચ રમાશે
  • શ્રીલંકાના પલ્લેકેલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે મેચ
  • આ મેચમાં યશસ્વી જયસ્વાલ કરી શકે મોટું કારનામું

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની સીરિઝની પ્રથમ T20 મેચ શનિવારે (27 જુલાઈ) પલ્લેકેલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં બંને ટીમો માટે એક નવા યુગની શરૂઆત થઈ રહી છે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં છે. જ્યારે ચરિથ અસલંકાને શ્રીલંકાના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. આ મેચમાં ટીમના સ્ટાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ પાસે મોટી સિદ્ધિ હાંસલ કરવાની તક છે.

યશસ્વી જયસ્વાલ કરી શકે મોટું કારનામું

જો યશસ્વી જયસ્વાલ શ્રીલંકા સામેની પ્રથમ મેચમાં 47 રન બનાવશે તો તે 2024માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1000 રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની જશે. યશસ્વી જયસ્વાલે આ વર્ષે 11 મેચની 16 ઇનિંગ્સમાં 953 રન બનાવ્યા છે. તેણે 6 ટેસ્ટ મેચમાં 740 રન અને 5 T20માં કુલ 213 રન બનાવ્યા છે.

વર્ષ 2024ના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી

  • યશસ્વી જયસ્વાલ (ભારત)- 953
  • ઇબ્રાહિમ ઝદરાન (અફઘાનિસ્તાન)- 844
  • રોહિત શર્મા (ભારત)- 833
  • કુસલ મેન્ડિસ (શ્રીલંકા)- 833
  • રહેમાનુલ્લા ગુરબાઝ (અફઘાનિસ્તાન- 773
  • બાબર આઝમ (પાકિસ્તાન)- 709
  • શુભમન ગિલ (ભારત)- 691
  • પથુમ નિસાન્કા(શ્રીલંકા) 680
  • જ્યોર્જ મુન્સે (સ્કોટલેન્ડ) 632
  • મોહમ્મદ રિઝવાન (પાકિસ્તાન) 632

ઝિમ્બાબ્વે સામે સારું પ્રદર્શન કર્યું હતું

યશસ્વી જયસ્વાલ ઝિમ્બાબ્વે સામેની છેલ્લી ત્રણ T20માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતો. તેણે ચોથી મેચમાં 53 બોલમાં 93 રનની ઇનિંગ રમી હતી. તે હાલમાં T20માં ICC રેન્કિંગમાં છઠ્ઠા ક્રમે છે. આવી સ્થિતિમાં તે શ્રીલંકા સામે સારું પ્રદર્શન કરીને ટોપ 5માં સ્થાન મેળવવા ઈચ્છશે.

શ્રીલંકા સામે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, મોહમ્મદ સિરાજ, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર અને રવિ બિશ્નોઈ.

  • Follow us on: