- ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ T20 મેચ રમાશે
- સિરીઝની પ્રથમ મેચ પલ્લેકેલેના સ્ટેડિયમમાં રમાશે
- પલ્લેકેલેની પિચ બેટિંગ માટે યોગ્ય માનવામાં આવે છે
આજે ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝ શરૂ થશે. સિરીઝની પ્રથમ મેચ પલ્લેકેલેના સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાનું કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં હશે જ્યારે શ્રીલંકાની કેપ્ટનશીપ ચેરિથ અસલંકા કરશે. T20 વર્લ્ડકપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે સામે સિરીઝ જીતી લીધી છે. હવે ભારતીય ટીમ સિનિયર ખેલાડીઓ સાથે આ જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે. આ મેચમાં બંને ટીમો તરફથી ઘણા રન બનાવવાની આશા છે.
પલ્લેકેલેમાં કેટલા રન બનાવી શકાય?
પલ્લેકેલેની પિચ સારી બેટિંગ માટે યોગ્ય માનવામાં આવે છે. 2016થી અહીં પ્રથમ બેટિંગ કરતી વખતે સરેરાશ સ્કોર 180ની આસપાસ રહ્યો છે. છેલ્લા 8 વર્ષમાં આ મેદાન પર 7 મેચ રમાઈ છે. મળતી માહિતી મુજબ, વિકેટ બેટ્સમેન માટે સારી રહેશે, પરંતુ તે પેસ અને સ્પિન બંને માટે મદદરૂપ થશે.
શ્રીલંકાને લાગ્યો મોટો ઝટકો
આ સીરિઝ પહેલા શ્રીલંકાને એક પછી એક ઘણા આંચકાઓનો સામનો કરવો પડ્યો છે. શનિવારે સવારે બિનુરા ફર્નાન્ડોને હોસ્પિટલમાં દાખલ કરવાના સમાચાર સામે આવ્યા હતા. તેના સ્થાને રમેશ મેન્ડિસને સ્ટેન્ડબાય તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. નુવાન તુશારા અને દુષ્મંથા ચમીરા પણ ઈજાના કારણે બહાર થઈ ગયા છે.
શ્રીલંકા સામેની T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, મોહમ્મદ સિરાજ.