- ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીરની આજે પ્રથમ પરિક્ષા
- ટીમ ઈન્ડિયા આજે નવા કોચ અને નવા કપ્તાન સાથે શ્રીલંકા સામે રમશે
- સંજય માંજરેકરે કોચની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા
ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીરની પ્રથમ ટેસ્ટ આજે સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. ટીમ ઈન્ડિયા પોતાના નવા કોચના માર્ગદર્શન હેઠળ પ્રથમ વખત શ્રીલંકા સામે મેચ રમશે. આ 3 મેચની T20 ક્રિકેટ શ્રેણીમાં, ટીમ તેની સફર જીત સાથે શરૂ કરવા માંગે છે અને શ્રેણીમાં લીડ લેવાનો પ્રયાસ કરશે. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રહી ચૂકેલા રાહુલ દ્રવિડની જગ્યા ગૌતમ ગંભીરે લીધી છે.
T20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચમાં રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો. ગૌતમ ગંભીર આજથી કોચ તરીકે પોતાની સફર શરૂ કરશે, તેને ઘણા દિગ્ગજો તરફથી શુભેચ્છાઓ પણ મળી રહી છે. આ દરમિયાન એક પૂર્વ ક્રિકેટરે કંઈક એવું કહ્યું જે ગૌતમ ગંભીરને બિલકુલ પસંદ નહીં આવે.
કોણ છે આ દિગ્ગજ ક્રિકેટર?
કોચની ભૂમિકા પર સવાલ ઉઠાવનાર આ ક્રિકેટરનું નામ સંજય માંજરેકર છે. સંજય માંજરેકરે ટીમ ઈન્ડિયા માટે 37 ટેસ્ટ અને 74 વનડે મેચ રમી છે. સંજય માંજરકરે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ કોમેન્ટ્રી કરવાનું શરૂ કર્યું હતું. તે હજુ પણ ક્રિકેટ મેચની કોમેન્ટ્રી કરતો જોવા મળે છે.
સંજય માંજરકરે શું કહ્યું?
સંજય માંજરેકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે 'લાલચંદ રાજપૂત, ગેરી કર્સ્ટન અને દ્રવિડ કોચ નથી. ભારતે 1983, 2007, 2011 અને 2023માં વર્લ્ડકપ જીત્યો હતો. આ ટીમ ઈન્ડિયા માટે છે ન કે કોચ કોણ છે. સમય આવી ગયો છે કે આપણે વિચારવાનું બંધ કરીએ કે કોઇ સીધો સંબંધ છે.
શું ગંભીર પર ગુસ્સે છે માંજેરકર?
સંજય માંજરકરે પોતાના ટ્વીટમાં સ્પષ્ટતા નથી કરી કે તેણે આ ટ્વીટ શા માટે કર્યું છે. પરંતુ તેના આ ટ્વિટને ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીર પર કટાક્ષ તરીકે જોવામાં આવી રહ્યું છે. જાણવા મળે છે કે ગૌતમ ગંભીર કોચ બન્યા બાદથી જ ચર્ચામાં છે. ખાસ કરીને ટીમની પસંદગી બાદ લોકો તેના પર સવાલો ઉઠાવી રહ્યા છે.
આ પહેલા પણ વિવાદોમાં ઘેરાયા છે સંજય માંજેરકર
સંજય માંજેરકર લાંબા સમયથી વિવાદો સાથે સંકળાયેલા છે. 2017ની IPLમાં સંજય માંજરકરે મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી કિરોન પોલાર્ડને બ્રેઈનલેસ કહીને સંબોધ્યા હતા. આ પછી, 2019 ODI વર્લ્ડ કપમાં, સંજય માંજરેકરે ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને બિટ્સ એન્ડ પીસ પ્લેયર કહીને તેની ટીકા કરી હતી.