- T20 સિરીઝમાં ભારતની 3-0થી જીત
- શ્રીલંકાને 'હાર'નો સૌથી મોટો ડાઘ લાગ્યો
- સિરીઝની ત્રીજી T20 સુપર ઓવરમાં ગઈ
શ્રીલંકાને ભારત સામેની 3 મેચની T20 સિરીઝમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. સૂર્યકુમાર યાદવની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ સતત ત્રણેય મેચ જીતીને સિરીઝ પર કબજો કર્યો હતો. સિરીઝની ત્રીજી મેચ હારીને શ્રીલંકાએ ખૂબ જ શરમજનક રેકોર્ડ નોંધાવ્યો હતો. આ હાર સાથે શ્રીલંકાને 'હાર'નો સૌથી મોટો દાગ લાગ્યો છે. સિરીઝની ત્રીજી T20 સુપર ઓવરમાં ગઈ, જેમાં મેન ઇન બ્લુનો વિજય થયો.
શ્રીલંકાને 'હાર'નો સૌથી મોટો ડાઘ લાગ્યો
ભારત સામે ત્રીજી T20 હાર્યા બાદ શ્રીલંકાને સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો છે. વાસ્તવમાં, ત્રીજી ટી-20 હાર્યા બાદ શ્રીલંકા એવી ટીમ બની ગઈ જેણે ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ મેચો ગુમાવી છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી-20 સિરીઝ પહેલા આ શરમજનક રેકોર્ડ બાંગ્લાદેશના નામે નોંધાયો હતો જે હવે શ્રીલંકાના નામે આવી ગયો છે. T20 ઈન્ટરનેશનલમાં શ્રીલંકા સૌથી વધુ 105 મેચ હારી છે. બાંગ્લાદેશ આ યાદીમાં બીજા સ્થાને છે, જેણે 104 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
T20 ઇન્ટરનેશનલ (સુપર ઓવર સહિત)માં સૌથી વધુ મેચ હારેલી ટીમો
- 105 હાર - શ્રીલંકા
- 104 હાર - બાંગ્લાદેશ
- 101 હાર - વેસ્ટ ઈન્ડિઝ
- 99 હાર - ઝિમ્બાબ્વે
- 99 હાર - ન્યુઝીલેન્ડ.
ભારતે શ્રીલંકા સામે 22મી T20I મેચ જીતી લીધી
ત્રીજી T20માં જીત સાથે, ભારતે શ્રીલંકા સામે 22મી T20 ઈન્ટરનેશનલ જીતી લીધી. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી શ્રીલંકા સામેની મોટાભાગની T20 ઈન્ટરનેશનલ મેચો જીતી છે. તે જ સમયે, કોઈપણ ટીમ દ્વારા એક ટીમ સામે સૌથી વધુ T20 આંતરરાષ્ટ્રીય મેચ જીતવાનો રેકોર્ડ પાકિસ્તાનના નામે છે. પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ સામે અત્યાર સુધીમાં 23 T20 ઈન્ટરનેશનલ મેચ જીતી છે.
T20I માં એક ટીમ સામે સૌથી વધુ જીત (સુપર ઓવર સહિત)
- 23 જીત - પાકિસ્તાન વિ ન્યુઝીલેન્ડ (44 મેચ)
- 22 જીત - ભારત વિ શ્રીલંકા (32 મેચ)
- 21 જીત - ઈંગ્લેન્ડ વિ પાકિસ્તાન (31 મેચ)
- 20 જીત - ભારત વિ ઓસ્ટ્રેલિયા (32 મેચ)