• ભારત અને શ્રીલંકા વચ્ચે T20 અને ODI સિરીઝ રમશે
  • BCCIએ ગૌતન ગંભીરની હેડ કોચ તરીકે કરી વરણી
  • ભારતીય ટીમ સોમવારે કોલંબો માટે રવાના થશે

ભારત અને શ્રીલંકા વચ્ચે 3 T20 અને 3 ODI મેચોની ક્રિકેટ સિરીઝ 27 જુલાઈથી શરૂ થઈ રહી છે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયા તેના નવા હેડ કોચ ગૌતમ ગંભીરના નેતૃત્વમાં રમશે. રાહુલ દ્રવિડના સ્થાને ગૌતમ ગંભીરની નિમણૂક કરવામાં આવી છે. રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચમાં સમાપ્ત થઈ ગયો હતો. આ પછી બીસીસીઆઈએ ગૌતમ ગંભીરને આ પદની જવાબદારી સોંપી છે.

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની સાથે સાથે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો હતો. આવી સ્થિતિમાં, ગૌતમ ગંભીરના કોચિંગ સ્ટાફમાં કોણ હશે તે અંગે છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી, જેનું ચિત્ર હવે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે.

ભારતીય ટીમ સોમવારે રવાના થશે

ભારતીય ટીમ સોમવારે બપોરે 1 વાગ્યે મુંબઈથી કોલંબો માટે ચાર્ટર પ્લેન દ્વારા રવાના થશે. આ પહેલા જ BCCI ઔપચારિક રીતે ગૌતમ ગંભીરને નવા હેડ કોચ તરીકે જાહેર કરશે. આ માટે 22 જુલાઈએ મુંબઈના અંધેરીની એક ફાઈવ સ્ટાર હોટલમાં પ્રેસ કોન્ફરન્સ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન રોહિત શર્મા અને T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ હાજર રહે તેવી શક્યતા છે.

ફિલ્ડિંગ કોચ માટે તેનું નામ નક્કી કર્યું

અત્યાર સુધી ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ કોચ રહી ચૂકેલા ટી દિલીપનો કાર્યકાળ ફરીથી લંબાવવામાં આવે તે નિશ્ચિત માનવામાં આવે છે. ટી દિલીપે ફિલ્ડિંગ કોચ તરીકે પોતાની પ્રતિષ્ઠા બનાવી છે અને ડ્રેસિંગ રૂમમાં તેનું વાતાવરણ સારું છે. ખેલાડીઓ સાથેના તેમના બોન્ડિંગને જોતા એવું કહેવામાં આવી રહ્યું છે કે ટી ​​દિલીપ ટીમ ઈન્ડિયાના આગામી ફિલ્ડિંગ કોચ તરીકે કામ કરશે. ટી દિલીપ પણ સોમવારે ભારતીય ટીમ સાથે કોલંબો જવા રવાના થશે.

બોલિંગ કોચમાં કોનું નામ આગળ છે?

નવા બોલિંગ કોચને લઈને હજુ ચિત્ર સ્પષ્ટ નથી. કહેવામાં આવી રહ્યું છે કે આ રેસમાં સાઉથ આફ્રિકાના બોલર મોર્ને મોર્કેલનું નામ સૌથી આગળ છે,આગામી 1થી 2 દિવસમાં નવા બોલિંગ કોચ અંગેની તમામ શંકાઓ પણ દૂર થઈ જશે. મોર્ને મોર્કલે 2 વર્ષ સુધી લખનૌ સુપર જાયન્ટ્સ ટીમમાં ગૌતમ ગંભીર સાથે કામ કર્યું છે.

કોણ બની શકે છે આસિસ્ટન્ટ કોચ

એક અહેવાલ મુજબ, અભિષેક નાયર અને રેયાન ટેન ડોશેટ બંનેને ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરના સહાયક તરીકે રાખવામાં આવશે. અભિષેક નાયર પણ મુંબઈમાં પડાવ નાખી રહ્યો છે. અભિષેક નાયરને ગૌતમ ગંભીરનો વિશ્વાસુ સાથી માનવામાં આવે છે. કહેવાય છે કે ગૌતમ ગંભીર સિવાય અભિષેક નાયર પણ આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સની સફળતાનો મુખ્ય આધાર રહ્યો છે. વરુણ ચક્રવર્તી અને વેંકટેશ ઐયર જેવા ખેલાડીઓએ ગયા સિઝનમાં નાઈટ રાઈડર્સની ટાઈટલ જીતનો શ્રેય અભિષેક નાયરને આપ્યો હતો.

  • Follow us on: