• પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના 117 ખેલાડીઓ ભાગ લેશે
  • સુશીલ કુમારે સતત બે વખત ઓલિમ્પિક મેડલ જીતવાની સિદ્ધિ મેળવી
  • હાલ જેલમાં સજા કાપી રહ્યો છે રેસલર સુશીલ કુમા

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના 117 ખેલાડીઓ ભાગ લેશે. આ ગેમ્સ 26 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે. ઓલિમ્પિક 2024માં વિશ્વના 10,000 થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. ઓલિમ્પિક ઈતિહાસની વાત કરીએ તો ભારતના નામે અત્યાર સુધીમાં કુલ 35 મેડલ છે.

ટોક્યોમાં ભારતનું બેસ્ટ પ્રદર્શન

મેડલના સંદર્ભમાં ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન ટોક્યો 2020માં હતું જ્યાં ટીમે એક ગોલ્ડ સહિત કુલ 7 મેડલ જીત્યા હતા. આવી સ્થિતિમાં ઓલિમ્પિક મેડલ જીતવું એ દરેક ભારતીય એથ્લેટનું સપનું હોય છે. એક ભારતીય એથ્લેટે સતત બે વખત ઓલિમ્પિક મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે, પરંતુ તે હાલમાં જેલના સળિયા પાછળ છે.

જેલમાં છે ભારતનો આ ચેમ્પિયન ખેલાડી

રેસલર સુશીલ કુમાર ભારતીય કુસ્તીનું એક મોટું નામ છે. સુશીલ કુમાર સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બનવાનું ગૌરવ ધરાવે છે. પોતાની સફળતાથી સુશીલ દેશના યુવા રેસલર્સ માટે રોલ મોડલ બની ગયો. બેઇજિંગ ઓલિમ્પિક 2008માં બ્રોન્ઝ અને 2012 લંડન ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર સુશીલ કુમાર આજે જેલના સળિયા પાછળ છે. તેના પર યુવા રેસલર સાગર ધનખરની હત્યાનો આરોપ છે. જેના કારણે તેનું સ્પોર્ટ્સ કરિયર સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ હતી.

હત્યાનો છે આરોપ

ઓલિમ્પિયન સુશીલ કુમાર રેસલર સાગર ધનકરની હત્યાના આરોપમાં જેલમાં છે. સાગર ધનકરની 4 મે 2021ના રોજ દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં હત્યા કરવામાં આવી હતી. સુશીલ કુમારની પોલીસે 23 મેના રોજ ધરપકડ કરી હતી. તેણે સાગરની હત્યાનો આરોપ પણ સ્વીકારી લીધો છે. એવું માનવામાં આવે છે કે 2012ના ઓલિમ્પિકમાં સિલ્વર જીત્યા બાદ સફળતાએ સુશીલ પર હાવી થઇ ગઇ હતી. ભારતમાં કુસ્તીની રમત ખેલાડીઓને માત્ર મેટ પર જ નહીં પરંતુ તેની બહાર પણ ખૂબ શક્તિશાળી બનાવે છે. સુશીલ કુમારનું વ્યક્તિત્વ પણ એવું જ છે.

ભારતના સૌથી સફળ રેસલર્સમાંથી એક

રેસલર સુશીલ કુમારે પોતાની કારકિર્દી દરમિયાન ઘણી મોટી ઈવેન્ટ જીતી હતી. તેણે 1988ની વર્લ્ડ કેડેટ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત તેણે બે વખત ઓલિમ્પિકમાં પણ દેશનું નામ રોશન કર્યું હતું. તેણે કોમનવેલ્થ ગેમ્સમાં પ્રભુત્વ જમાવ્યું હતું. તેણે 2010, 2014 અને 2018ની કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી તેણે 2010ની વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ મજબૂત પ્રદર્શન માટે તેમને અર્જુન એવોર્ડ, રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ અને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પરંતુ આજે તે જેલમાં જીવન વિતાવી રહ્યો છે.

  • Follow us on: