- ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની વનડે સિરીઝ રમાઈ હતી
- છેલ્લી અને નિર્ણાયક મેચમાં ભારતનો 110 રને કારમો પરાજય
- આ સાથે શ્રીલંકાએ ODI સિરીઝમાં 2-0થી કબ્જો કર્યો
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ODI ક્રિકેટ સિરીઝમાં ટીમ ઈન્ડિયા તેની છેલ્લી મેચ પણ હારી ગઈ છે. આ સમગ્ર સિરીઝમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ રહી છે. આ દિગ્ગજ બેટ્સમેનો 230થી 250 રનના લક્ષ્યાંકનો પીછો કરી શક્યો નહોતા. શ્રીલંકાની સ્પિન બોલિંગ સામે ભારતીય બેટિંગ ઓર્ડર નિષ્ફળ રહ્યા હતો. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની હાર માટે કયા ખેલાડીઓ જવાબદાર હતા.
રોહિત શર્મા
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા સારી શરૂઆત બાદ લાંબી ઈનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો. રોહિત શર્માએ 3 ODI મેચમાં કુલ 157 રન બનાવ્યા છે. તેણે આ સિરીઝમાં 2 ફિફ્ટી ફટકારી હતી અને તેનો સ્ટ્રાઈક રેટ પણ 134.07 હતો. ત્રણેય મેચમાં સેટ થયા બાદ રોહિત શર્માએ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. જો કે, જો તે સેટ થયા બાદ મેદાન પર રહ્યો હોત તો તે લાંબી ઇનિંગ્સ રમીને ટીમ ઇન્ડિયા માટે આ મેચ જીતી શકી હોત.
શુભમન ગિલ
ટીમ ઈન્ડિયાના ઉભરતા સ્ટાર ખેલાડી શુભમન ગિલ પાસેથી આ સિરીઝમાં સારા પ્રદર્શનની આશા હતી, પરંતુ તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. શુભમન ગિલે આ સિરીઝમાં 3 મેચ રમી અને માત્ર 57 રન બનાવ્યા હતા. શુભમન ગિલે કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી હતી પરંતુ તે સંપૂર્ણ ફ્લોપ રહ્યો હતો અને મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો.
વિરાટ કોહલી
વિરાટ કોહલી ભારતનો સિનિયર ખેલાડી છે. તેની પાસેથી કોઈપણ મેચમાં સારા પ્રદર્શનની અપેક્ષા હોય છે. પરંતુ વિરાટ કોહલી પણ આ સિરીઝમાં ફ્લોપ જતો જોવા મળ્યો હતો. વિરાટ કોહલીએ શ્રીલંકા સામે 3 મેચમાં 58 રન બનાવ્યા હતા. તેનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર 24 રન હતો. વિરાટ કોહલીનું આ ખરાબ પ્રદર્શન ટીમ ઈન્ડિયાની હારનું કારણ બન્યું હતું.
શ્રેયસ ઐયર
આ સિરીઝમાં લાંબા સમય બાદ શ્રેયસ ઐયરને ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો હતો. એવી અપેક્ષા રાખવામાં આવતી હતી કે તે પોતાના પ્રદર્શનથી પોતાની પસંદગીને યોગ્ય સાબિત કરશે. પરંતુ શ્રેયસ ઐયર પણ આ સિરીઝમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો. શ્રેયસ ઐયરે 3 મેચમાં 38 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ પણ 100થી ઓછો હતો.
કેએલ રાહુલ
ટીમ ઈન્ડિયાએ પ્રથમ 2 મેચમાં કેએલ રાહુલને તક આપી હતી. કેએલ રાહુલ પણ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નહોતો. તેણે 2 મેચમાં માત્ર 31 રન બનાવ્યા હતા. તેના ખરાબ પ્રદર્શનને જોઈને ત્રીજી મેચમાં રિષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ રિષભ પંત પણ કોઈ ખાસ પ્રતિભા બતાવી શક્યો ન હતો. રિષભ પંત માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો.
શિવમ દુબે
ભારતીય ટીમે પ્રથમ 3 ODI મેચમાં શિવમ દુબેને પણ તક આપી હતી. આ ત્રણ મેચમાં શિવમ દુબેનું બેટ પણ શાંત રહ્યું હતું. શિવમે 3 મેચમાં માત્ર 34 રન બનાવ્યા હતા.