• શ્રીલંકા સામેની ત્રણ મેચની ટી20 સિરીઝમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું
  • રિંકુ સિંહને ડ્રેસિંગ રૂમમાં ફિલ્ડિંગ મેડલ આપવામાં આવ્યો
  • સિરીઝમાં રિંકુએ તેની ફિલ્ડિંગથી દિલ જીતી લીધું હતું

ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકા સામેની ત્રીજી અને અંતિમ ટી20 મેચ સુપર ઓવરમાં જીતીને સિરીઝ 3-0થી જીતી લીધી હતી. ભારતના પાર્ટ ટાઈમ બોલર સૂર્યકુમાર યાદવ અને રિંકુ સિંહે આ રોમાંચક મેચમાં જીતમાં મહત્વનો રોલ પ્લે કર્યો હતો. રિંકુ ઈનિંગની 19મી ઓવર નાખવા આવ્યો અને બે વિકેટ લઈને મેચનો રોમાંચ બદલી નાખ્યો. આ સિવાય રિંકુ સિંહે ફિલ્ડિંગમાં પણ પોતાનું ટેલેન્ટ બતાવ્યું અને બે કેચ પણ પક્ડયા.

આ સમગ્ર સિરીઝમાં રિંકુએ તેની ફિલ્ડિંગથી દિલ જીતી લીધું હતું અને તેની બેસ્ટ ફિલ્ડિંગ માટે 'સીરિઝ ઓફ ધ ફિલ્ડર'નો એવોર્ડ આપવામાં આવ્યો. રિંકુ સિંહને ડ્રેસિંગ રૂમમાં બેસ્ટ ફિલ્ડર માટે મેડલ આપવામાં આવે છે.

અર્શદીપ સિંહ અને રિષભ પંત જાણતા હતા વિનરનું નામ

આ દરમિયાન વીડિયોની શરૂઆતમાં તમે જોઈ શકો છો કે અર્શદીપ સિંહ અને રિષભ પંત કહી રહ્યો છે કે તેઓ જાણે છે કે મેડલ કોને મળશે. ડ્રેસિંગ રૂમમાં, ફિલ્ડિંગ કોચ ટી દિલીપ હંમેશાની જેમ દાવેદારોના નામ લે છે અને અંતે સહાયક કોચ રિયાન ટેન ડોશેટે રિંકુના નામની જાહેરાત કરી અને તેને મેડલ આપ્યો.

 

રોમાંચક મેચમાં ભારતની જીત

આ મેચની વાત કરીએ તો ભારતે આ મેચ સુપર ઓવરમાં જીતી હતી. ભારત માટે સુપર ઓવરમાં વોશિંગ્ટન સુંદર બોલિંગ કરવા આવ્યો હતો અને શ્રીલંકાને 0.3 ઓવરમાં માત્ર 2 રન પર રોકી દીધું હતું. વોશિંગ્ટન સુંદરે સુપર ઓવરમાં 2 વિકેટ લીધી હતી. શ્રીલંકા તરફથી મહિષ તીક્ષણા સુપર ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો અને ભારત તરફથી શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ બેટિંગ કરવા આવ્યા હતા. કેપ્ટન સૂર્યકુમાર યાદવે પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી હતી.

  • Follow us on: