- ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા હંમેશા મેદાન પર તેની ફની મોમેન્ટ માટે જાણીતો છે
- શ્રીલંકા સામેની બીજી વનડે મેચમાં રોહિત શર્માનો આ ક્રિકેટરને મારવા દોડ્યો
- આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા મેદાન પર પોતાની ફની મોમેન્ટ માટે ફેમસ છે. છેલ્લી મેચમાં તેનો અવાજ સ્ટમ્પ માઈકમાં રેકોર્ડ કરવામાં થયો હતો. જેમાં તે વોશિંગ્ટન સુંદરને કહેતો જોવા મળ્યો હતો કે તમે મારી તરફ શું જોઈ રહ્યા છો? હાલમાં રોહિત શર્મા ફરી એકવાર એ જ વોશિંગ્ટન સુંદરને મારવા દોડ્યો. તેને ગુસ્સામાં નહીં, પરંતુ મજાકમાં કર્યું હતું. રોહિતનો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. જેમાં તે પોતાની એક ભૂલ પર સુંદરની પાછળ જતો જોવા મળે છે.
ભારતને 241 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો
આ પહેલા શ્રીલંકાએ 9 વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા હતા. ભારતને આ મેચ જીતવા માટે 241 રન બનાવવાના છે. શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ કેપ્ટનનો નિર્ણય પહેલા જ બોલ પર ખોટો સાબિત થયો હતો. સિરાજે પહેલા જ બોલ પર પથુમને આઉટ કર્યો હતો. તેના આઉટ થયા બાદ આવિષ્કા અને કુસલે ઈનિંગ સંભાળી હતી. બંનેએ અડધી સદીની ભાગીદારી કરી હતી. સુંદરે આ ખતરનાક ભાગીદારી તોડી નાખી. તેને પહેલા અવિષ્કા અને પછી કુસલ મેન્ડિસને આઉટ કર્યા.
સુંદરે મેચમાં 3 વિકેટ લીધી
શ્રીલંકાએ એક સમયે 136 રનમાં પોતાની 6 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી કામિન્દુ મેન્ડિસ અને વેલ્લાલાઘે ટીમની કમાન સંભાળી હતી. બંનેએ 50થી વધુ રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીના કારણે શ્રીલંકાએ 240 રન બનાવ્યા હતા. કામિન્દુ મેન્ડિસે 40 અને વેલ્લાલાઘે 39 રન બનાવ્યા હતા. ભારત તરફથી સુંદર સિવાય કુલદીપ યાદવે 2 વિકેટ લીધી હતી. સુંદરે 10 ઓવરમાં 30 રન આપીને 3 વિકેટ લીધી હતી.