• શ્રીલંકા અને ભારતની ટીમો કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે બીજી વનડે મેચ રમાય રહી છે
  • મેચની શરૂઆતમાં યજમાન ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો
  • શ્રીલંકાની બેટિંગ દરમિયાન વિરાટ કોહલીએ પોતાના અનોખા ડાન્સ મૂવ્સથી ફેન્સને ખુશ કર્યા

શ્રીલંકા અને ભારતની ટીમો કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે બીજી વનડે મેચ રમાય રહી છે. મેચની શરૂઆતમાં યજમાન ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકાની બેટિંગ દરમિયાન વિરાટ કોહલીએ પોતાના અનોખા ડાન્સ મૂવથી ફેન્સને પણ ખુશ કરી દીધા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કેચ પકડીને વિરાટે કર્યો ડાન્સ

અક્ષર પટેલે ભારતીય ઈનિંગ્સની 27મી ઓવર ફેંકી હતી. આ ઓવરના ચોથા બોલ પર સદિરા સમરવિક્રમાએ શોટ રમ્યો, પરંતુ બોલ તેના બેટ પર બરાબર અથડાયો ન હતો. બોલ કવર તરફ હવામાં ગયો અને વિરાટ કોહલીએ આસાન કેચ લીધો. કેચ લીધા બાદ વિરાટ કોહલી ખૂબ જ ખુશ જોવા મળી રહ્યો હતો અને તેને અનોખી રીતે સેલિબ્રેશન કર્યું. અનુભવી જમણા હાથના બેટ્સમેને ડગઆઉટમાં બેઠેલા રિયાન પરાગને જોઈને બિહુ ડાન્સ કર્યો હતો. સમરવિક્રમાએ 31 બોલમાં 14 રન બનાવ્યા જેમાં માત્ર એક ચોગ્ગો સામેલ હતો. સિરીઝની પહેલી મેચમાં પણ તેનું બેટ શાંત હતું અને તે માત્ર 8 રન જ બનાવી શક્યો હતો.

 

પહેલી વનડેમાં વિરાટ કોહલીએ ન કરી કમાલ

વિરાટ કોહલીએ આ વર્ષની પોતાની પહેલી વનડે મેચ શ્રીલંકા સામે રમી હતી, જેમાં તે તેના સારા ફોર્મમાં ન હતો. તેને 24 બોલમાં 32 રન બનાવ્યા હતા અને ટીમને અધવચ્ચે છોડીને આઉટ થયો હતો. પહેલી વનડેમાં ટીમ ઈન્ડિયાને ચેઝ કરવા માટે 231 રનનો ટાર્ગેટ હતો. આ ટાર્ગેટ બહુ મોટો ન હતો, તેમ છતાં ટીમ ઈન્ડિયા તેનો પીછો કરી શકી ન હતી. ભારતની આખી ટીમ 47.5 ઓવરમાં 230 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને સ્કોર સમાન હોવાથી મેચ ટાઈ થઈ હતી. પરંતુ બીજી મેચમાં ટીમ ઈન્ડિયાને કિંગ કોહલી પાસેથી મોટી ઈનિંગની આશા રહેશે.


  • Follow us on: