• ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે મેચ રમાઈ રહી છે
  • રોહિત શર્માએ T20 વર્લ્ડકપ બાદ ટીમમાં કરી વાપસી
  • રોહિત શર્માનો અવાજ સ્ટમ્પ માઈકમાં રેકોર્ડ થયો હતો

T20 વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ શ્રીલંકા સામે પ્રથમ વનડે રમી હતી. શુક્રવારે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં આ સ્ટાર ખેલાડીઓની હાજરી જોઈને ચાહકો ખુશ થયા હતા. બંને ખેલાડીઓની રમૂજી હરકતો ભારતીય ફેન્સને ચોંકાવી દે છે. આ મેચમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. રોહિત શર્માનો અવાજ સ્ટમ્પ માઈકમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આ સાંભળીને કોમેન્ટર્સ પણ હસવા લાગ્યા હતા.

કેએલ રાહુલે કહ્યું- શું છે IPLનો નિયમ?

રોહિત અને કેએલનો સ્ટમ્પ માઈકનો અવાજ 14મી ઓવરમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જ્યારે શિવમ દુબેએ કુસલ મેન્ડિસની વિકેટ લીધી હતી. બે બોલ પછી, નિસાન્કાએ દુબેના લેગ સ્ટમ્પ પર ફેંકાયેલા બોલને ફ્લિક કરવાનો પ્રયાસ કર્યો. જે તે ચૂકી ગયો. અમ્પાયરે આ બોલને વાઈડ આપ્યો હતો. આ પછી, વિકેટકીપર કેએલ રાહુલ રોહિતને કહેતા સાંભળવામાં આવ્યો - શું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ વાઈડ માટે રિવ્યુંનો નિયમ છે?

રોહિતે કહ્યું- મારી સામે શું જોઈ રહ્યો છે?

આ પછી રોહિતે વોશિંગ્ટન સુંદરની રિવ્યુની અપીલ પણ ફગાવી દીધી હતી. સુંદરે LBW અપીલ પર રિવ્યુંની માંગ કરી હતી. જેના પર રોહિતને એમ કહેતા સાંભળવામાં આવ્યો - "તમે મને કહો... તમે મને શું જોઈ રહ્યા છો?"

  • Follow us on: