- ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની ODI સિરીઝ શરૂ
- કોલંબોમાં રમાયેલી પ્રથમ મેચ ટાઈ થઈ
- લોકોએ સોશિયલ મીડિયા પર અર્શદીપને કર્યો ટ્રોલ
ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની ODI સિરીઝ શરૂ થઈ ગઈ છે. સિરીઝની પ્રથમ મેચ 2 ઓગસ્ટે કોલંબોમાં રમાઈ હતી. આ મેચ બંને ટીમો વચ્ચે ટાઈ થઈ હતી. ટીમ ઈન્ડિયા આ મેચ જીતવાની દાવેદાર માનવામાં આવી રહી હતી. પરંતુ મેચના અંતે એક નાની ભૂલે ભારતીય ટીમ પાસેથી જીત છીનવી લીધી.
ભારતને જીતવા હતી 14 બોલમાં 1 રનની જરૂર
મેચના અંતે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 14 બોલમાં એક રનની જરૂર હતી, પરંતુ ટીમ ઈન્ડિયા પાસે વધુ કોઈ વિકેટ બચી ન હતી. આ દરમિયાન અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ ક્રિઝ પર હાજર હતા. ભારતીય ચાહકોને આશા હતી કે અર્શદીપ સિંહ સિંગલ લઈને મેચ જીતી જશે, પરંતુ તેણે કંઈક એવું કર્યું જેના પછી ફેન્સ સોશિયલ મીડિયા પર ગુસ્સે થઈ ગયા અને અર્શદીપની ટીકા કરવા લાગ્યા.
ચાહકોએ અર્શદીપ પર ગુસ્સો ઠાલવ્યો
જ્યારે ટીમ ઈન્ડિયાને 14 બોલમાં માત્ર એક રનની જરૂર હતી ત્યારે અર્શદીપ સિંહ છેલ્લી વિકેટ તરીકે બેટિંગ કરવા આવ્યો હતો. પરંતુ તે આવતાની સાથે જ તેણે શોટ રમવાનો પ્રયાસ કર્યો, જેના કારણે અર્શદીપ એલબીડબ્લ્યુ આઉટ થયો.
અર્શદીપની આ ભુલ ટીમને ભારે પડી
ચાહકોનું માનવું છે કે અર્શદીપની આ ભૂલ ટીમ ઈન્ડિયાને ભારે પડી છે, જેના કારણે જીતેલી મેચ ટાઈ થઈ ગઈ. હવે ફેન્સ અર્શદીપ વિશે સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પોસ્ટ શેર કરી રહ્યા છે.
પોસ્ટ શેર કરતી વખતે એક યુઝરે લખ્યું કે અર્શદીપ સિંહની ક્રિકેટિંગ સમજ માટે…. 14 બોલમાં માત્ર 1 રનની જરૂર હતી અને તેના હાથમાં માત્ર 1 વિકેટ હતી. તે સિક્સર કેવી રીતે મારી શકે? શું આ ખરેખર નિડર ક્રિકેટ હતું કે મોટી ભૂલ?
ટીમ ઈન્ડિયા 230 રનમાં ઓલઆઉટ થઈ
આ મેચમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરીને 230 રન બનાવ્યા હતા. જે બાદ ટીમ ઈન્ડિયાને જીતવા માટે 231 રનનો ટાર્ગેટ હતો, પરંતુ ટીમ ઈન્ડિયા 230 રનના સ્કોર પર 13 બોલ બાકી રહેતા ઓલઆઉટ થઈ ગઈ હતી.