• શ્રીલંકા ક્રિકેટ બોર્ડે T20 સિરીઝ માટે ટીમની કરી જાહેરાત
  • ચરિથ અસલંકાના હાથમાં સોંપી ટીમની કમાન
  • અસલંકાએ શ્રીલંકાની અંડર-19 ટીમની કેપ્ટનશિપ કરી

શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ભારત સામે 27 જુલાઈથી શરૂ થનારી 3 મેચની T20 ક્રિકેટ સિરીઝ માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. શ્રીલંકાના ખેલ મંત્રી હરિન ફર્નાન્ડોની મંજૂરી બાદ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ 16 સભ્યોની ટીમની કમાન ચરિથ અસલંકાને સોંપવામાં આવી છે. ચરિથ અસલંકા અત્યાર સુધી ટી20 ક્રિકેટ ટીમના વાઇસ કેપ્ટન હતા. અસલંકાએ 2016માં શ્રીલંકાની અંડર-19 ટીમની કેપ્ટનશિપ પણ કરી છે. શ્રીલંકાની ટીમ 27, 28 અને 30 જુલાઈએ ભારત સાથે T20 ક્રિકેટ મેચ રમશે.

2 વર્ષ બાદ ધાકડ ખેલાડીની ટીમમાં એન્ટ્રી

દિનેશ ચાંદીમલ એ ખેલાડી છે જે 2 વર્ષ બાદ શ્રીલંકાની T20 ક્રિકેટ ટીમમાં પરત ફર્યો છે. દિનેશ ચાંદીમલ 34 વર્ષના છે. તેણે છેલ્લે 2022માં શ્રીલંકા માટે ટી20 મેચ રમી હતી. દિનેશ ચાંદીમલે શ્રીલંકા માટે કુલ 68 ટી20 મેચ રમી છે. આમાં તેણે 103ની સ્ટ્રાઇક સાથે કુલ 1062 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર અણનમ 66 રન છે. દિનેશ ચાંદીમલે આ 68 મેચોમાં 6 અડધી સદી ફટકારી છે.

અનકેપ્ડ ખેલાડીનો ટીમમાં સમાવેશ

21 વર્ષીય ચામિંદુ વિક્રમસિંઘેએ ગયા મહિને LPLમાં પોતાના શાનદાર પ્રદર્શનથી પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે. બોલિંગની સાથે ચામિંડુ સારી બેટિંગ પણ કરી શકે છે. LPLમાં દામ્બુલા સિક્સર્સ તરફથી બોલિંગ કરતી વખતે ચામિંડુએ 7 વિકેટ લીધી હતી. આ સિવાય ચામિંડુએ પણ નીચલા ક્રમમાં બેટિંગ કરતા 186 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટથી બે અડધી સદી પણ ફટકારવામાં આવી હતી. ચામિંદુ વિક્રમસિંઘેનો જન્મ 6 સપ્ટેમ્બર 2002ના રોજ થયો હતો. ચામિંડુએ પોતાની કારકિર્દીની શરૂઆત સ્કૂલ ક્રિકેટર તરીકે કરી હતી.

T20 સિરીઝ માટે શ્રીલંકાની ટીમ

ચરિથ અસલંકા (c), પથુમ નિસાન્કા, કુસલ જેનિથ પરેરા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ, દિનેશ ચંદીમલ, કામિન્દુ મેન્ડિસ, દાસુન શનાકા, વાનિન્દુ હસરાંગા, મહેશ તિક્ષાના, ચામિંદુ વિક્રમાસિંઘે, મથિશા પથિરાના, નુવાન થુષારા, દુનિથ વેલાગે, દુશમંથા ચમીરા, બિનુરા ફર્નાન્ડો


T20 માટે ભારતીય ટીમ

સૂર્યકુમાર યાદવ (c), શુભમન ગિલ (vc), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, રિષભ પંત (wk), સંજુ સેમસન (wk), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, મોહમ્મદ સિરાજ


  • Follow us on: