• ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની T20 અને ODI સિરીઝ રમાશે
  • નવા હેડ કોચ ગૌતમ ગંભીરના માર્ગદર્શન હેઠળ પ્રેક્ટિસમાં વ્યસ્ત
  • કોચ સનથ જયસૂર્યાએ ભારતીય ટીમ સામે માઇન્ડ ગેમ રમી છે

ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી 3 T20 મેચની સિરીઝ શરૂ થઈ રહી છે. આ સિરીઝમાં ભારતીય ટીમનું નેતૃત્વ સૂર્યકુમાર યાદવ કરશે અને શ્રીલંકન ટીમનું નેતૃત્વ ચરિથ અસલંકા કરશે. ટીમ ઈન્ડિયા સિરીઝ રમવા માટે શ્રીલંકા પહોંચી ગઈ છે અને નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરના માર્ગદર્શન હેઠળ પ્રેક્ટિસમાં વ્યસ્ત છે. આ દરમિયાન શ્રીલંકન ટીમના કોચ સનથ જયસૂર્યાએ ભારતીય ટીમ સામે માઇન્ડ ગેમ રમી છે.

શ્રીલંકાના કોચે શું કહ્યું?

શ્રીલંકાના કોચ સનથ જયસૂર્યાએ કહ્યું કે, રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાની ગેરહાજરીને કારણે ભારતના પ્લેઇંગ-11માં સર્જાયેલી ખોટનો લાભ લેવા શ્રીલંકાની ટીમ પ્રયાસ કરશે. ભારતીય ટીમને આ ત્રણ મોટા સ્ટાર ખેલાડીઓની ખોટ પડશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ છે. તેની પ્રતિભા અને તેણે જે પ્રકારનું ક્રિકેટ રમ્યું છે તેને જોઈને આપણે બધા જાણીએ છીએ કે તે કયા સ્તરે છે.

ટીમમાં કેમ નથી રોહિત શર્મા-વિરાટ કોહલી?

ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડકપ 2024માં ચેમ્પિયન બનાવનાર કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ વર્લ્ડકપનો ખિતાબ જીત્યા બાદ જ ઈન્ટરનેશનલ T20 ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. આ બંનેની સાથે ટીમના અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ ઈન્ટરનેશનલ T20 ક્રિકેટને અલવિદા કહી દીધું. આ કારણે ત્રણેય ખેલાડીઓ શ્રીલંકા સામેની T20 ક્રિકેટ સિરીઝમાં રમી રહ્યા નથી. વિરાટ કોહલી અને રોહિત શર્માને શ્રીલંકા સામેની વનડે ક્રિકેટ સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે રવિન્દ્ર જાડેજાને આ સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે.

ત્રણ મેચની T20 અને ODI સિરીઝનું પૂર્ણ શેડ્યૂલ

  • પ્રથમ T20 મેચ (27 જુલાઈ)
  • બીજી T20 મેચ (28 જુલાઈ)
  • ત્રીજી T20 મેચ (30 જુલાઈ)
  • પ્રથમ ODI મેચ (2 ઓગસ્ટ)
  • બીજી ODI મેચ (4 ઓગસ્ટ)
  • ત્રીજી ODI મેચ (7 ઓગસ્ટ)

  • Follow us on: