• T20 સિરીઝ માટે શ્રીલંકા પહોંચી ભારતીય ટીમ
  • ગંભીરની આગેવાનીમાં પ્રેક્ટિસ સેશનનું આયોજન
  • પ્રેક્ટિસના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ઝિમ્બાબ્વેને હરાવ્યા બાદ હવે 3 T20 મેચની સિરીઝ માટે ટીમ ઇન્ડિયા શ્રીલંકા પહોંચી છે. આજે સૂર્યકુમાર યાદવની કપ્તાનીવાળી ટીમે નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરની દેખરેખ હેઠળ ટી20 સિરીઝની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય ટીમની પ્રેક્ટિસના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ભારતીય ખેલાડીઓ શ્રીલંકાને હરાવવા તૈયાર છે. ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ તેમની તૈયારીમાં કોઈ કસર છોડવા માંગતા નથી. ગંભીરની આગેવાનીમાં ભારતીય ખેલાડીઓએ મેદાન પર પરસેવો વહાવ્યો હતો.


ગંભીરની દેખરેખ હેઠળ યોજાયુ પ્રેક્ટિસ સેશન

BCCIએ પર ભારતીય ટીમની પ્રેક્ટિસનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ, મોહમ્મદ સિરાજ, રિયાન પરાગ, મુખ્ય કોચ ગૌતમ ગંભીર સહિતના ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ જોવા મળી રહ્યા છે. ભારતીય ખેલાડીઓએ સૌથી પહેલા ગંભીરની દેખરેખમાં વોર્મઅપ કર્યું હતું. આ પછી તેણે બોલિંગ અને બેટિંગની પ્રેક્ટિસ પણ કરી. ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી T20 સિરીઝ શરૂ થશે.

T20 સિરીઝનું શેડ્યૂલ

  • 27 જુલાઈ, પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ
  • 28 જુલાઈ, પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ
  • 30 જુલાઈ, પલ્લેકલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ

T20 સિરીઝ માટે ભારતીય ટીમ

સૂર્યકુમાર યાદવ (c), શુભમન ગિલ (vc), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, રિષભ પંત (Wk), સંજુ સેમસન (wk), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઇ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, મોહમ્મદ સિરાજ.

  • Follow us on: