- ઓલિમ્પિક્સ 2024નું આયોજન પેરિસ દ્વારા કરવામાં આવશે
- રમતગમતનો મહાકુંભ 26મી જુલાઈથી શરૂ થશે
- મેડલ જીત્યા પછી તેને દાંત વડે ચબાવે છે ખેલાડી
ઓલિમ્પિક્સ 2024નું આયોજન પેરિસ દ્વારા કરવામાં આવશે. ઓલિમ્પિક ગેમ્સને લઈને ચાહકોમાં ઉત્સુકતા ધીમે ધીમે વધી રહી છે. રમતગમતનો મહાકુંભ 26મી જુલાઈથી શરૂ થશે. ઓલિમ્પિક ગેમ્સ 11 ઓગસ્ટ સુધી ચાલશે. દર વખતની જેમ આ વખતે પણ રમતગમતના મહાકુંભમાં અનેક ભારતીય ખેલાડીઓ ભાગ લેશે. જો તમે ક્યારેય ઓલિમ્પિક રમતો જોયો હોય તો તમે એક વાત જરૂર નોંધી હશે કે મેડલ જીત્યા પછી ખેલાડીઓ તેને દાંત વડે ચબાવે છે. ખેલાડીઓ આવું કેમ કરે છે જાણો..!
માત્ર ઓલિમ્પિક જ નહીં, એશિયન ગેમ્સ હોય, કોમનવેલ્થ ગેમ્સ હોય કે અન્ય કોઈપણ પ્રકારની રમત હોય, ખેલાડીઓ મેડલ જીત્યા બાદ ચગળતા જોવા મળે છે. સૌથી પહેલા તમને જણાવી દઈએ કે ખેલાડીઓ માટે તેમના મેડલને દાંત વડે ચાવવાનો કોઈ નિયમ નથી.
આ રીતે તપાસવામાં આવતી હતી ગોલ્ડ કરન્સીની ગુણવત્તા
પહેલા સોનાના સિક્કાનો ઉપયોગ ચલણ તરીકે થતો હતો. સોનું એ નરમ ધાતુ છે અને અગાઉના વેપારીઓ ઘણીવાર સોનાના સિક્કાને દાંત વડે ચાવતા તેની ગુણવત્તા તપાસતા હતા. જો કે, હાલમાં મેડલને કરડવાનો અર્થ તેની ગુણવત્તા તપાસવાનો નથી.
શુદ્ધ ગોલ્ડના અપાતા હતા મેડલ
ઓલિમ્પિકમાં 1912 પહેલા શુદ્ધ ગોલ્ડ મેડલ આપવામાં આવતા હતા. તે પછી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ શુદ્ધ ગોલ્ડ મેડલ આપવાનું બંધ કરી દીધું હતું. 1912 પહેલા એવું માનવામાં આવતું હતું કે ખેલાડીઓ મેડલને તેની ગુણવત્તા તપાસવા માટે દાંત વડે ચબાવતા હતા, પરંતુ 1912 પછી બીજી માન્યતા સ્વીકારવા લાગી. જ્યારે શુદ્ધ ગોલ્ડ મેડલ આપવાનું બંધ કરવામાં આવ્યું ત્યારે એવું માનવામાં આવતું હતું કે ખેલાડીઓ તેમની મહેનત અને ઉત્સાહ બતાવવા માટે મેડલને દાંત વડે ચબાવે છે.
કેમેરામેન ખેલાડીને આપે છે ઇન્સ્ટ્રક્શન
બીજી તરફ ઓલિમ્પિકની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતીનું માનીએ તો એથ્લેટ્સ મેડલને દાંત વડે દબાવીને ફોટો પડાવવા માટે પોઝ આપે છે. ફોટોગ્રાફર પોડિયમ પર ઊભેલા એથ્લેટ્સને તેમના દાંત વચ્ચે મેડલ પકડીને પોઝ આપવા માટે કહે છે.