- ઇંગ્લેન્ડના શોરહેમ ક્રિકેટ ક્લબે સિક્સર મારવા પર પ્રતિબંધ મૂક્યો
- જો કોઈ મેચમાં બેટ્સમેન સિક્સર ફટકારે છે તો આઉટ જાહેર કરાશે
- લોકોની મિલકતોને સિક્સર મારવાના કારણે નુકસાન થઈ રહ્યું હતું
જ્યાં સુધી ક્રિકેટના મેદાન પર ફોર-સિક્સનો વરસાદ ન થાય ત્યાં સુધી ચાહકોને પણ મજા આવતી નથી. આજના સમયમાં જે પ્રમાણે T20 ક્રિકેટનો ક્રેઝ વધી રહ્યો છે. ત્યારબાદ દરેક બેટ્સમેન શક્ય તેટલી વધુ સિક્સર મારવા માંગે છે. હવે એક ક્રિકેટ ક્લબ તરફથી ચોંકાવનારો નિર્ણય સામે આવ્યો છે, જે બાદ જો બેટ્સમેન મેચ દરમિયાન સિક્સર ફટકારે છે તો તેને આઉટ જાહેર કરવામાં આવશે.
આ નિયમ ઈંગ્લેન્ડમાં અમલમાં આવ્યો
ઇંગ્લેન્ડની સાઉથવિક અને શોરહેમ ક્રિકેટ ક્લબે સ્થાનિક લોકોની ફરિયાદો અને દર્શકોને વધુ પડતી ઇજાના બનાવોને પગલે બેટ્સમેનોને સિક્સર મારવા પર પ્રતિબંધ મૂક્યો છે. વાસ્તવમાં, જ્યાં મેચ યોજાઈ હતી તે મેદાનની આસપાસ મિલકત ધરાવતા લોકોની મિલકતોને મેચ દરમિયાન સિક્સર મારવાના કારણે નુકસાન થઈ રહ્યું હતું. આ અંગે લોકોએ ફરિયાદ પણ નોંધાવી હતી. આ સિવાય દર્શકોના ઈજાગ્રસ્ત થવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે, આવી સ્થિતિમાં સાઉથવિક અને શોરહેમ ક્રિકેટ ક્લબે આ નવો નિયમ ત્યારે જ બનાવ્યો જો બેટ્સમેન સિક્સર ફટકારે છે તો આઉટ જાહેર કરાશે.
ક્રિકેટ ક્લબે આપી હતી માહિતી
અહેવાલો અનુસાર, સાઉથવિક અને શોરહેમ ક્રિકેટ ક્લબ વતી આ નિયમ અંગે માહિતી આપતાં કહેવામાં આવ્યું હતું કે T20 ક્રિકેટના આગમનથી ખેલાડીઓ વધુ આક્રમક બની ગયા છે. સ્ટેડિયમ પણ તેના માટે સિક્સર મારવા માટે પૂરતું નથી. જેના કારણે ગ્રાઉન્ડ નજીકના લોકોને નુકસાન થાય છે, કોઈની કાર તો કોઈના ઘરના કાચ તૂટી જાય છે. આવી સ્થિતિમાં વીમાના દાવા અને કાયદાકીય કાર્યવાહી ન થાય તે માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે.
આ નિયમ કેવી રીતે કામ કરશે?
મેચ દરમિયાન, જ્યારે બેટ્સમેન તેની પ્રથમ સિક્સ ફટકારે છે, ત્યારે બેટ્સમેનને ચેતવણી આપ્યા પછી અમ્પાયર દ્વારા છોડી દેવામાં આવશે અને તે સિક્સ માટે કોઈ રન બનાવવામાં આવશે નહીં. જો બેટ્સમેન હજુ વધુ સિક્સ ફટકારશે તો તેને આઉટ જાહેર કરવામાં આવશે. જો કે હવે ક્રિકેટ ક્લબના આ નિર્ણયથી બેટ્સમેનોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.