- ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી T20 સિરીઝ શરૂ થશે
- શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પોતાની 16 સભ્યોની ટીમની જાહેરાત કરી
- અનકેપ્ડ પ્લેયર ચામિંડુ વિક્રમસિંઘેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી T20 સિરીઝ શરૂ થઈ રહી છે. જેને લઈને આજે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પણ પોતાની 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ સિરીઝ માટે શ્રીલંકાની ટીમની કમાન ચરિથ અસલંકાને સોંપવામાં આવી છે. આ સિવાય અનકેપ્ડ પ્લેયર ચામિંડુ વિક્રમસિંઘેને ભારત સાથેની T20 સીરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
કોણ છે ચામિંડુ વિક્રમસિંઘે?
21 વર્ષીય ચામિંડુ વિક્રમસિંઘેએ ગયા મહિને LPLમાં પોતાના શાનદાર પ્રદર્શનથી પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે. બોલિંગની સાથે ચામિંડુ સારી બેટિંગ પણ કરી શકે છે. LPLમાં દામ્બુલા સિક્સર્સ તરફથી બોલિંગ કરતી વખતે ચામિંડુએ 7 વિકેટ લીધી હતી. આ સિવાય ચામિંડુએ પણ નીચલા ક્રમમાં બેટિંગ કરતા 186 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે બે ફિફ્ટી પણ ફટકારી હતી. ચામિંડુ વિક્રમસિંઘેનો જન્મ 6 સપ્ટેમ્બર 2002ના રોજ થયો હતો. ચામિંડુએ પોતાની કારકિર્દીની શરૂઆત સ્કૂલ ક્રિકેટર તરીકે કરી હતી.
ભારત-શ્રીલંકા સિરીઝનું શેડ્યૂલ
- પ્રથમ મેચ - 27મી જુલાઈ
- બીજી મેચ- 28મી જુલાઈ
- ત્રીજી મેચ - 30 જુલાઈ
T20 સિરીઝ માટે શ્રીલંકાની ટીમ
ચરિથ અસલંકા (કેપ્ટન), કુસલ મેન્ડિસ, દિનેશ ચંદીમલ, પથુમ નિસાંકા, કુસલ જેનિથ પરેરા, કામિન્દુ મેન્ડિસ, દાસુન શનાકા, અવિષ્કા ફર્નાન્ડો, મહેશ તિક્ષ્ણા, ચામિંડું વિક્રમસિંઘે, વાનિન્દુ હસરાંગા, દુનિથ વેલાગે, દુષ્મંથા ચમીરા, બિનુરા ફર્નાન્ડો, મથિશા પાથિરાના અને નુવાન તુષારા.