• સનરાઈઝર્સ હૈદરાબાદ મેગા ઓક્શન પહેલા ફાસ્ટ બોલરને રિલીઝ કરવાના મૂડમાં છે
  • હેદરાબાદ ભારતીય ઝડપી બોલર ઉમરાન મલિકને રિલીઝ કરી શકે છે
  • ઉમરાન મલિક 150 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે બોલ ફેંકવાને કારણે ચર્ચામાં આવ્યો હતો

આઈપીએલ 2025ની મેગા ઓક્શન પહેલા જ ટીમોમાં ઉથલપાથલ શરુ થવા લાગી છે. પરંતુ ઓક્શન હજુ ઘણા મહિનાઓ દૂર છે, પરંતુ જો રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો, સનરાઈઝર્સ હૈદરાબાદ ખૂબ જ જલ્દી કોઈ ભારતીય ઝડપી બોલરને રિલીઝ કરી શકે છે. આ ખેલાડીનું નામ ઉમરાન મલિક છે, જે આઈપીએલ 2022માં 150 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે બોલ ફેંકવાને કારણે ચર્ચામાં આવ્યો હતો.

મીડિયા રિપોર્ટ મુજબ ઉમરાન મલિકને આઈપીએલ 2025 પહેલા રિલીઝ કરવામાં આવી શકે છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઘણી ટીમો ઉમરાનને પોતાની સાથે સામેલ કરવા માંગે છે. હૈદરાબાદે ઉમરાન મલિકને 2021 માં તેની બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ પછીના વર્ષે, હૈદરાબાદે તેના પર 4 કરોડ રૂપિયાની બોલી લગાવી અને 2023માં પણ તેને આટલો પગાર મળ્યો.

4 કરોડની બચત થશે

ઉમરાન મલિક આઈપીએલ 2024માં માત્ર એક જ મેચ રમી શક્યો હતો, જેમાં તેણે માત્ર એક ઓવર નાખી હતી. તેની નબળી ઈકોનોમી રેટ, લાઈન અને લેન્થને કારણે તેની સતત ટીકા થઈ રહી છે, જેના કારણે હૈદરાબાદ તેના સ્થાને નવા બોલરની શોધમાં છે. ઉમરાનને રિલીઝ કરવાથી સનરાઈઝર્સ હૈદરાબાદના પર્સમાં 4 કરોડ રૂપિયાનો ઉમેરો થશે. આનાથી હૈદરાબાદ ફ્રેન્ચાઈઝીને આઈપીએલ 2025માં મજબૂત ટીમને મેદાનમાં ઉતારવામાં મદદ મળશે.

ઉમરાન મલિકનું આઈપીએલ કરિયર

ઉમરાન મલિકે 2021માં આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું, જ્યાં તેને 3 મેચમાં માત્ર 2 વિકેટ લીધી હતી. પરંતુ તેની સૌથી શાનદાર સિઝન 2022માં આવી, જ્યાં તેને 14 મેચમાં 22 વિકેટ લીધી. પરંતુ 2023માં તેને નબળી ઈકોનોમી રેટ, ખોટી લેન્થ અને લંબાઈના કારણે ટ્રોલ થવું પડ્યું હતું. તેને આઈપીએલ 2023માં 8 મેચમાં માત્ર 5 વિકેટ લીધી હતી અને 10.85ના ઈકોનોમી રેટથી રન આપ્યા હતા. ઉમરાને તેની આઈપીએલ કરિયરમાં અત્યાર સુધી 26 મેચમાં 29 વિકેટ ઝડપી છે.


  • Follow us on: