- આગામી પ્રવાસ માટે શ્રીલંકા પહોંચી ભારતીય ટીમ
- લલિત યાદવે શ્રીલંકા પ્રવાસ પહેલા સગાઈ કરી
- IPLમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે લલિત યાદવ
ઝિમ્બાબ્વે પ્રવાસ બાદ ભારતીય ટીમ સિરીઝ માટે શ્રીલંકા પહોંચી ગઈ છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની T20 અને 3 મેચની ODI સિરીઝ રમાશે. આ સિરીઝ પહેલા ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તેની પત્ની નતાશાથી અલગ થઈ ગયો હતો. બીજી બાજુ ભારતીય ઓલરાઉન્ડર અને IPLમાં દિલ્હી તરફથી રમતા લલિત યાદવે શ્રીલંકા પ્રવાસ પહેલા સગાઈ કરી લીધી છે. લલિત IPLમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે.
લલિત યાદવે તસવીરો કરી શેર
લલિતે પોતાની સગાઈની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે. લલિતે સગાઈની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં કપલ એકબીજાને વીંટી પહેરાવતા જોવા મળે છે. આ સિવાય લલિત અને તેની ભાવિ પત્નીએ પણ કેક કાપતી તસવીરો શેર કરી હતી. લલિત યાદવની ભાવિ પત્નીનું નામ મુસ્કાન યાદવ છે. લલિત યાદવે કેપ્શનમાં રિંગનું ઈમોજી સાથે સગાઇની તારીખ લખી છે.
2020થી IPLનો ભાગ
તમને જણાવી દઈએ કે લલિત યાદવ 2020થી IPL નો ભાગ છે. લલિતે 2021માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. લલિત યાદવ શરૂઆતથી જ દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો. દિલ્હીએ 2020માં લલિતને 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝમાં ખરીદ્યો હતો. દિલ્હી કેપિટલ્સે 2022ની મેગા ઓક્શનમાં લલિત યાદવને 65 લાખ રૂપિયામાં પોતાનો હિસ્સો બનાવ્યો.
IPLમાં લલિત યાદવે 27 મેચ રમી છે. જેમાં 21 ઈનિંગ્સમાં તેણે 19.06ની એવરેજ અને 105.17ની સ્ટ્રાઈક રેટથી 305 રન બનાવ્યા છે. લલિતનો બેસ્ટ સ્કોર 48 રન છે. લલિતે બોલિંગ કરતી વખતે 9 ઇનિંગ્સમાં 42.5ની એવરેજથી 10 વિકેટ લીધી છે, જેમાં તેનું બેસ્ટ પ્રદર્શન 2/11 છે.
ફર્સ્ટ ક્લાસમાં લલિત યાદવનો રેકોર્ડ
લલિત યાદવે 19 ફર્સ્ટ ક્લાસ, 41 લિસ્ટ-A અને 82 T20 મેચ રમી ચૂક્યો છે. ફર્સ્ટ ક્લાસમાં તેણે 951 રન બનાવ્યા છે તથા 15 વિકેટ લીધી છે. આ સિવાય તેણે લિસ્ટ-A ક્રિકેટમાં 927 રન બનાવ્યા છે અને 42 વિકેટ પોતાના નામે કરી છે. T20માં તેણે 1077 રન બનાવ્યા છે અને 53 વિકેટ લીધી છે.