• ભારતીય ટીમની આજથી વનડે સિરીઝની શરૂઆત કરશે
  • T20 વર્લ્ડકપ બાદ રોહિત-વિરાટ ક્રિકેટના મેદાનમાં વાપસી કરશે
  • BCCIએ શેર કર્યો રોહિત શર્માનો અદભૂત વીડિયો

ભારતીય ટીમ આજથી વનડે સિરીઝની શરૂઆત કરવા જઈ રહી છે. T20 વર્લ્ડકપ 2024 બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી ક્રિકેટના મેદાનમાં વાપસી કરી રહ્યા છે. કેપ્ટન રોહિત શર્મા જ્યાંથી છોડી હતી ત્યાંથી શરૂઆત કરવા માંગે છે. એટલે કે T20 વર્લ્ડકપની ફાઈનલ જીત્યા બાદ હવે કેપ્ટન રોહિત પ્રથમ મેચ જીતીને આ સિરીઝની શરૂઆત કરવા ઈચ્છશે. રોહિતે T20 વર્લ્ડકપ બાદ પોતાની નવી શરૂઆત વિશે મોટી વાત કહી છે. રોહિતનો આ વીડિયો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.

રોહિત શર્માનો શાનદાર વીડિયો

રોહિત શર્માનો અદભૂત વીડિયો BCCI દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. તેમાં રોહિત T20 વર્લ્ડકપ 2024ના ટાઈટલની જીતને યાદ કરતો જોવા મળી રહ્યો છે. રોહિત કહે છે કે તે તેના માટે ખૂબ જ ખાસ ક્ષણ હતી. રોહિતે કહ્યું કે આ ક્ષણ જીવનભર તેની સાથે રહેશે. T20 ઈન્ટરનેશનલ ક્રિકેટને લઈને રોહિતે કહ્યું કે હવે મારો સમય પસાર થઈ ગયો છે. હવે નવા કોચ સાથે નવી ઇનિંગ શરૂ કરવાનો સમય આવી ગયો છે. આ જ જોશ અને ઉર્જા સાથે ટીમ ઈન્ડિયા ફરી એકવાર કેટલાક નવા અને કેટલાક જૂના ચહેરા સાથે મેદાનમાં ઉતરશે.


નવા કોચ સાથે રોહિતની નવી શરૂઆત

રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડકપ 2024 બાદ સમાપ્ત થયો હતો. જે બાદ હવે ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ છે. તેની કોચિંગ ડેબ્યૂ પણ ઘણી શાનદાર રહી છે. ગંભીરના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ તેની પ્રથમ T20 સિરીઝ 3-0થી જીતી હતી. જે બાદ હવે વનડે સિરીઝનો વારો છે. કેપ્ટન રોહિત શર્મા પણ નવા હેડ કોચ સાથે પોતાની નવી ઇનિંગની શરૂઆત કરવા જઈ રહ્યો છે.


રોહિતે T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી

રોહિત શર્મા પહેલા જ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે. ઓડીઆઈ ક્રિકેટમાં પુનરાગમન કરવા અંગે રોહિતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે તેને એવું લાગ્યું કે જાણે તેને કોઈ સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો હોય.

  • Follow us on: