- ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ મેચ આજે રમાશે
- વરસાદ આજની મેચની મજા બગાડી શકે છે
- જાણો ક્યારે અને ક્યા જોઇ શકશો આજની મેચ!
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની પ્રથમ મેચ 2જી ઓગસ્ટ એટલે કે આજે રમાશે. આ સિરીઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીથી લઈને કેએલ રાહુલ-શ્રેયસ અય્યર પણ એક્શનમાં જોવા મળશે. T20 વર્લ્ડ કપ 2024 બાદ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધા બાદ હવે રોહિત અને વિરાટ ક્રિકેટના મેદાનમાં વાપસી કરવા જઇ રહ્યા છે. રોહિત શર્મા ફરી એકવાર ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. બીજી તરફ હવે પ્રથમ વનડે મેચ પર પણ વરસાદનો પડછાયો છવાયેલો છે. ચાલો જાણીએ કે આજે કોલંબોનું હવામાન કેવું રહેશે.
મેચમાં વરસાદની સંભાવના કેટલી?
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે પ્રથમ વનડે મેચ કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. કોલંબોમાં આજે વરસાદની સંભાવના છે. રિપોર્ટ અનુસાર મેચ પહેલા અને દરમિયાન વરસાદ પડી શકે છે. એક્યુવેધરના રિપોર્ટ અનુસાર આજે કોલંબોમાં વરસાદ પડી શકે છે.
સવારે હવામાન ચોખ્ખુ રહેશે
સવારે હવામાન ચોખ્ખું રહી શકે છે જ્યારે રાત્રે વરસાદની શક્યતા છે. બપોરે 11 થી 12 વાગ્યાની વચ્ચે વરસાદ શરૂ થવાની સંભાવના છે. વરસાદની સાથે વાવાઝોડાની પણ શક્યતા છે.
મેચમાં કપાઇ શકે છે ઓવર
પ્રથમ વનડે મેચમાં આજે ગ્રાઉન્ડ સ્ટાફની પણ કસોટી થવા જઈ રહી છે. તૂટક તૂટક વરસાદ એટલે કવર વારંવાર લગાવવું અને દૂર કરવું પડશે. જો મેચ દરમિયાન લાંબા સમય સુધી વરસાદ ચાલુ રહેશે તો ઓવરો પણ ઓછી થઈ શકે છે. આ સિવાય જો મેચ પહેલા વરસાદ પડે છે તો ભીના આઉટફિલ્ડને કારણે મેચ નિર્ધારિત સમયથી શરૂ થવામાં વિલંબ થઈ શકે છે. પરંતુ ચાહકો ઈચ્છશે કે વરસાદ ન પડે અને તેઓ રોમાંચક મેચ જોવા મળે.
કેટલા વાગ્યે રમાશે પ્રથમ ODI મેચ?
ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ODI મેચ આર.પ્રેમદાસા સ્ટેડિયમ કોલંબોમાં બપોરે 2.30 વાગ્યાથી રમાશે. જેના માટે બંને ટીમોએ કમર કસી લીધી છે. બંને ટીમ આ મેચ જીતીને સિરીઝની શરૂઆત જીત સાથે કરવા ઈચ્છે છે.
ક્યાં જોઇ શકશો લાઇવ?
તમે સોની સ્પોર્ટ્સ ટેન 1, સોની સ્પોર્ટ્સ 5 (eng), સોની સ્પોર્ટ્સ ટેન 3 (હિન્દી) અને સોની સ્પોર્ટ્સ ટેન 4 (તમિલ/તેલુગુ) પર ભારત અને શ્રીલંકા વચ્ચેની સિરીઝની પ્રથમ ODI મેચ જોઈ શકો છો. આ સિવાય મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Sony Liv એપ પર પણ થશે.