• ભારતીય ટીમ અને શ્રીલંકા વચ્ચે ત્રીજી અને છેલ્લી વનડે
  • કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે મેચ
  • મેચ પહેલા જાણી લો કેવી હશે પિચની હાલત

ભારતીય ટીમ અને શ્રીલંકા વચ્ચે ત્રીજી અને છેલ્લી વનડે મેચ 7 ઓગસ્ટે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાની નજર આ મેચમાં જીત પર છે, પરંતુ કોલંબોની પીચ પર સ્પિનરોનો દબદબો રહેશે કે પછી બેટ્સમેનો ચમકશે? મેચ પહેલા જાણી લો કેવી હશે પિચની હાલત.

આર પ્રેમદાસા સ્ટેડિયમની પિચ રિપોર્ટ

કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ મેચમાં શ્રીલંકાએ 230 રન બનાવ્યા હતા. બીજી વનડે મેચમાં શ્રીલંકાની ટીમે 240 રન બનાવ્યા હતા, પરંતુ બીજી વનડેમાં ભારતીય ટીમ 208 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેદાન પર રમાયેલી બંને મેચમાં શ્રીલંકન ટીમના કેપ્ટન ચારિથ અસલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બંને વખત પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમે મોટો સ્કોર બનાવ્યો હતો.


વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ મેદાન પર પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 242 રન છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે જો બેટ્સમેન એકવાર પીચ પર સ્થિર થઈ જાય તો ટીમ મોટો સ્કોર બનાવી શકે છે અને બાદમાં બેટિંગ કરનારી ટીમ પર દબાણ આવી શકે છે, કારણ કે અહીં સ્પિનરોને ઘણી મદદ મળે છે. જેનું દ્રશ્ય બીજી વનડે મેચમાં પણ જોવા મળ્યું હતું. જ્યાં જ્યોફ્રી વેન્ડરસેએ 6 વિકેટ લઈને ભારતના બેટિંગ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધો હતો.

કોલંબોમાં હવામાન કેવું રહેશે?

રિપોર્ટ અનુસાર કોલંબોમાં રમાનારી ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી મેચમાં વરસાદની 40 ટકા સંભાવના છે. તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસથી 35 ડિગ્રી વચ્ચે હોઈ શકે છે. સાંજના સમયે આકાશમાં લાંબા સમય સુધી વીજળી કડકતી જોઈ શકાશે.

  • Follow us on: