- ભારત અને શ્રીલંકા વચ્ચે આજે સિરીઝની છેલ્લી ODI મેચ રમાશે
- શ્રીલંકા સામે પ્લેઇંગ ઇલેવનમાં બદલાવ સાથે ઉતરશે રોહિત શર્મા
- રિષભ પંતને મળશે ટીમમાં સ્થાન આપી શકે છે કેપ્ટન
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની વનડે સિરીઝની છેલ્લી મેચ આજે (07 ઓગસ્ટ) રમાશે. આ મેચ બંને ટીમો માટે કરો યા મરોની રહેશે. શ્રીલંકા સિરીઝમાં 1-0થી આગળ છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા મેચ જીતીને સિરીઝ બરાબરી કરવા ઈચ્છશે જ્યારે શ્રીલંકા જીતીને સિરીઝ જીતવા ઈચ્છશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં એક-બે નહીં પરંતુ ત્રણ ફેરફાર જોવા મળી શકે છે, જેમાં રિષભ પંતનો પણ સમાવેશ થઈ શકે છે.
રિષભ પંતને મળશે ટીમમાં સ્થાન
સિરીઝની અત્યાર સુધીની બંને વનડે મેચોમાં વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું, જ્યારે રિષભ પંત બેન્ચ બેઠો હતો. જો કે, હવે પંતને સિરીઝની ત્રીજી મેચમાં તક મળી શકે છે કારણ કે રાહુલ બંને મેચમાં સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. પ્રથમ મેચમાં રાહુલે 31 રનની ઇનિંગ રમી હતી. આ પછી બીજી મેચમાં તે ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. તો ચાલો જાણીએ કે પંત સિવાય ટીમમાં અન્ય બે ફેરફાર શું હોઈ શકે છે.
રિયાન પરાગ કરી શકે છે ડેબ્યૂ
ભારત માટે T20 ઈન્ટરનેશનલ રમી ચુકેલા રિયાન પરાગ આજે શ્રીલંકા સામેની ત્રીજી ODIમાં પોતાની ODI ડેબ્યુ કરી શકે છે. પરાગને ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સામેલ કરી શકાય છે. શિવમ દુબેની જગ્યાએ પરાગને તક મળી શકે છે. દુબેએ સિરીઝની બંને મેચો રમી હતી, જેમાં તેણે વધારે પ્રદર્શન કર્યું ન હતું. પ્રથમ મેચમાં દુબેએ 25 રનની ઇનિંગ રમી હતી અને 1 વિકેટ લીધી હતી. બીજી મેચમાં તે ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો અને તેને કોઈ વિકેટ પણ મળી ન હતી.
બોલિંગ વિભાગ થશે બદલાવ
ત્રીજી વનડે માટે ટીમ ઈન્ડિયામાં ત્રીજો ફેરફાર બોલિંગ વિભાગમાં જોવા મળી શકે છે. અહીં લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહની જગ્યાએ ખલીલ અહેમદને તક આપવામાં આવી શકે છે. ખલીલ અત્યાર સુધીની બંને મેચમાં બેન્ચ પર બેઠેલો જોવા મળ્યો છે.
શ્રીલંકા સામેની ત્રીજી વનડેમાં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (c), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રિષભ પંત (wk), રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, ખલીલ અહેમદ.