• વિનેશ ફોગાટે કરોડો ભારતીય ચાહકોને એક મોટી ખુશખબર આપી
  • વિનેશે ફોગાટે રેસલિંગની ફાઈનલમાં જગ્યા બનાવી
  • વિનેશે એક જ દિવસમાં ત્રણ મેચ જીતી લીધી હતી

પેરિસ ઓલિમ્પિક 2024ના 11મા દિવસે, ભારતની મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે કરોડો ભારતીય ચાહકોને એક મોટી ખુશખબર આપી છે. વિનેશે 11મા દિવસે ક્વાર્ટર ફાઈનલથી સેમિફાઈનલ સુધી જીતીને પ્રથમ વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે. વિનેશની યુક્તિઓનો વિરોધી કુસ્તીબાજો પાસે કોઈ જવાબ નહોતો. જેના કારણે વિનેશે એક જ દિવસમાં ત્રણ મેચ જીતી લીધી હતી. ગઈકાલે રમાયેલી વિનેશની મેચના કેટલાક અદ્ભુત વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. તેમને જોઈને તમારી છાતી ગર્વથી ફૂલી જશે.


11મા દિવસે વિનેશનો દબદબો જોવા મળ્યો

પેરિસ ઓલિમ્પિકના 11મા દિવસે વિનેશ ફોગાટે સૌપ્રથમ જાપાનના ગોલ્ડ મેડલ વિજેતા કુસ્તીબાજને હરાવ્યો હતો. જે બાદ વિનેશે યુક્રેનિયન રેસલરને હરાવ્યા અને સેમી ફાઇનલમાં ક્યુબાના રેસલરને હરાવીને ઈતિહાસ રચ્યો. વિનેશની મેચના કેટલાક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેમને જોઈને ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


સોશિયલ મીડિયા પર એક યુઝરે પોસ્ટ કરીને લખ્યું કે કોઈએ સત્ય કહ્યું છે, જે સત્ય માટે લડ્યા છે તે સોનાની જેમ ચમકતા બહાર આવ્યો છે, વિનેશ ફોગાટે ઈતિહાસ રચી દીધો છે. ઓલિમ્પિકમાં કુસ્તીની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ મહિલા ભારતીય કુસ્તીબાજ.


  • Follow us on: