- વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક્સની 50 કિગ્રા કુસ્તીની સેમિફાઈનલમાં જીતી
- આ મેચમાં વિનેશ ફોગાટે 5-0થી જીત મેળવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે
- ફાઈનલમાં જગ્યા બનાવ્યા બાદ તેણે ભારત માટે સિલ્વર મેડલ પણ નિશ્ચિત કરી દીધો છે
વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકની 50 કિગ્રા કુસ્તીની સેમિફાઈનલમાં ક્યુબાના યુસ્નેલિસ ગુઝમેન લોપેઝ સામે ટકરાઈ હતી. આ મેચમાં વિનેશ ફોગાટે 5-0થી જીત મેળવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ફાઈનલમાં પહોંચનારી તે પ્રથમ ભારતીય કુસ્તીબાજ છે. ફાઈનલમાં જગ્યા બનાવ્યા બાદ તેણે ભારત માટે સિલ્વર મેડલ પણ નિશ્ચિત કરી દીધો છે.
વિનેશ ફોગાટે પોતાની તાકાત બતાવી
વિનેશ ફોગાટે મેચમાં પહેલો પોઈન્ટ મેળવ્યો હતો. પહેલા રાઉન્ડમાં વિનેશ ફોગાટે ક્યુબાની યુસ્નેલિસ ગુઝમેન લોપાઝને કોઈ તક આપી ન હતી. ક્યુબાની યુસ્નેલિસ ગુઝમેન લોપાઝે સતત વિનેશ ફોગાટના પગ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિનેશ ફોગાટે તેના સારા ડિફેન્સ સાથે એક પણ પોઈન્ટ મેળવ્યો ન હતો અને મેચમાં 5-0ની લીડ મેળવી હતી . મેચના અંતે યુસ્નેલિસ ગુઝમેન લોપાઝે વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિનેશ ફોગાટે તેને કોઈ તક આપી ન હતી અને એકતરફી જીત મેળવી હતી.
ટોક્યો ઓલિમ્પિકની પહેલી જ મેચમાં આપી હતી માત
વિનેશ ફોગાટે ક્વાર્ટર ફાઈનલમાં રોમાંચક મુકાબલામાં યુક્રેનની ઓસાના લિવાચને 7-5થી પરાજય આપ્યો હતો. આ સિવાય પહેલી મેચમાં તેણે જાપાનની યુઈ સુસાકીને 3-2થી હરાવી હતી. ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન સુસાકીએ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ઓલિમ્પિકમાં મેડલ જીતનારી બીજી મહિલા રેસલર બની વિનેશ
આ પહેલા સાક્ષી મલિકે મહિલા કુશ્તીમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જો વિનેશ ફાઈનલ જીતવામાં સફળ થાય છે, તો તે ઓલિમ્પિકના ઈતિહાસમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ મહિલા કુસ્તીબાજ તો બનશે જ, પરંતુ તે પ્રથમ ભારતીય મહિલા એથ્લેટ પણ બની જશે. જો વિનેશ ફાઇનલમાં હારી જાય તો પણ તેને સિલ્વર મેડલ મળવાની ખાતરી છે.