- પેરિસ ઓલિમ્પિકમાં બની ચોંકાવનારી ઘટના
- પૈરાગ્વેની મહિલા સ્વીમરને મોકલી દેવાઇ ઘરે
- તેની સુંદરતા કરી રહી હતી ખેલાડીઓનું ધ્યાન ભંગ !
હાલમાં પેરિસ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક 2024 ચાલી રહી છે. ઓલિમ્પિક ગેમ્સ 26 જુલાઈથી શરૂ થઈ છે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન વિવિધ દેશોમાંથી વિવિધ રમતોમાં ખેલાડીઓની હાર જીતના સમાચાર સામે આવે છે. ત્યારે એક એવી ચોંકાવનારી માહિતી સામે આવી છે જેમાં એક મહિલા સ્વીમરે પેરિસ ઓલિમ્પિકમાં ચાલી રહેલી રમત દરમિયાન ઘરે પાછુ જવુ પડ્યુ. આવો જાણીએ શું છે કારણ.
સુંદરતા બની મુસીબત ?
પૈરાગ્વેની એક મહિલા સ્વીમરને ઓલિમ્પિકમાંથી ઘરે મોકલી દીધી. જેનું કારણકોઇ ગેમ્સ રૂલનો ભંગ નહી પરંતુ તેની સુંદરતા હોવાનું સામે આવ્યું છે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, લુઆનાને ઘરે મોકલી દેવામાં આવી કારણ કે તેની અદભૂત સુંદરતા ટીમના બાકીના ખેલાડીઓનું ધ્યાન ભંગ કરી રહી છે. તે એટલી સુંદર હતી કે તેના કારણે અન્ય ખેલાડીઓનું ધ્યાન વિચલિત થતુ હતું .પેરાગ્વેની સ્વિમર લુઆના અલોન્સોને પેરિસ ઓલિમ્પિકમાંથી ઘરે પરત મોકલવામાં આવી છે.

એથ્લિટનું થતુ હતુ ધ્યાનભંગ
અલોન્સોએ તેની સુંદરતાના કારણે પેરિસ ઓલિમ્પિકમાં ઘણા લોકોના દિલ જીતી લીધા હતા, ખાસ કરીને પેરિસ ઓલિમ્પિકમાં હાજર એથ્લેટ્સના. આ બાબત તેના માટે મુશ્કેલી સાબિત થઇ. કારણ કે તેના સાથી ખેલાડીઓ તેની સુંદરતાને સંભાળી ન શક્યા તેમ ધ બ્લાસ્ટના અહેવાલમાં ઉલ્લેખ કર્યો છે. પેરાગ્વે પાછા ફર્યા પછી, એલોન્સોએ સ્વિમિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. તેની ભાવિ યોજનાઓ શું છે, તે હજુ સુધી વિગતવાર જાહેર કરવામાં આવ્યું નથી.
લુઆનાએ નથી કરી કોઇ ટિપ્પણી
એલોન્સોને ભલે હાલમાં ઘરે મોકલી દેવામાં આવી પરંતુ 11 ઑગષ્ટ સુધી તે ઓલિમ્પિક વિલેજમાં રહેવાની સત્તાવાર છૂટ ધરાવે છે. પરંતુ કથિત રીતે તેને ઓલિમ્પિક ગામની અંદર પોતાનુ રહેઠાણ ખાલી કરવાનું કહેવામાં આવ્યુ હતું. જેથી તેણે પોતાના ઘરે પાછુ ફરવુ પડ્યું હતું. કારણ કે તેની રાષ્ટ્રીય ટીમના મેનેજરે દાવો કર્યો હતો કે ગામમાં તેની હાજરી આખી ટીમ પર અયોગ્ય અસર કરી રહી છે. જો કે લુઆનાએ પોતે હજુ સુધી ઓલિમ્પિક વિલેજ છોડવાનું કહેવાના મુદ્દે કોઈ ટિપ્પણી કરી નથી.

ભારતે જીત્યા 3 મેડલ
તમને જણાવી દઈએ કે ભારતે પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં 3 મેડલ જીત્યા છે. આ ત્રણેય બ્રોન્ઝ છે, જે શૂટિંગ માટે મળ્યા છે. સૌ પ્રથમ મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેળવ્યો હતો. ત્યારબાદ મનુ ભાકરે પણ મિશ્ર ટીમ ઈવેન્ટમાં બીજો બ્રોન્ઝ મેળવ્યો હતો. તેમની સાથે ટીમમાં સરબજોત સિંહ પણ હતો. સ્વપ્નિલ કુસાલે પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગમાં ત્રીજો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.